ન્યૂઝ કન્ટીન્યૂઝ બ્યૂરો
મુંબઇ
29 ઓગસ્ટ 2020
હોલીવુડ સ્ટાર ચેડવિક બોસમેનનું ગઈકાલે (શુક્રવારે) નિધન થઇ ગયું છે. માર્વલ સ્ટુડિયોની ફિલ્મ 'બ્લેક પેન્થર'માં મુખ્ય ભુમિકા નિભાવનાર ચેડવિક 43 વર્ષના હતાં અને ગત 4 વર્ષથી કેન્સરથી પીડાતા હતા. ચેડવિક બોઝમેનના નિધનના સમાચાર સાંભળીને હોલીવુડથી બોલીવુડમાં શોકનું મોજુ ફરી વળ્યું છે. ચાહકોથી લઈને સ્ટાર્સ સુધી, તે એક્ટરને યાદ કરીને તેને શ્રદ્ધાંજલિ આપી રહ્યા છે. ચેડવિકના પ્રતિનિધિએ એક્ટરના નિધનની પુષ્ટિ કરી છે. ચેડવિકે લોસ એન્જલિસમાં પોતાના નિવાસસ્થાને અંતિમ શ્વાસ લીધાં. ચેડવિક બોઝમેનના મૃત્યુ બાદ તેમના પરિવાર વતી એક સત્તાવાર નિવેદન પણ બહાર પાડવામાં આવ્યું છે.
ચેડવિક બોઝમેનના પરિવાર દ્વારા બહાર પાડવામાં આવેલા નિવેદનમાં જણાવવામાં આવ્યું છે કે 'એક સાચા યોદ્ધા, ચેડવિકે તેના સંઘર્ષ દ્વારા, તમારી સુધી તે બધી ફિલ્મો પહોંચાડી, જેને તમે ખૂબ પ્રેમ આપ્યો.' આ સાથે જ પરિવારે એમ પણ કહ્યું હતું કે ચેડવિકે છેલ્લા 4 વર્ષમાં ઘણી ફિલ્મોનું શૂટિંગ કર્યું અને આ બધું તેની ઘણી સર્જરી અને કીમોથેરાપી વચ્ચે થયું. બ્લેક પેન્થર મૂવીમાં કિંગ ટી'ચાલાનું પાત્ર ભજવવું તેમના માટે સન્માનની વાત છે.’
ગુજરાતી બ્રેકિંગ ન્યૂઝ માટે વોટ્સઅપ ગ્રુપ માં નીચે આપેલી લિંક દબાવીને જોડાઓ.
News Continuous (ન્યૂઝ કંટીન્યૂઝ)
YouTube : https://www.youtube.com/NewsContinuous
Twitter : https://twitter.com/NewsContinuous
Facebook : https://www.facebook.com/newscontinuous
Instagram : https://www.instagram.com/newscontinuous/
Email : TheNewsContinuous@gmail.com