Site icon

‘બ્લેક પેન્થર’ સ્ટાર અભિનેતા ચેડવિક બોસમેનનું 43 વર્ષની વયે કોલોન કેન્સરથી નિધન

ન્યૂઝ કન્ટીન્યૂઝ બ્યૂરો

મુંબઇ

Join Our WhatsApp Community

29 ઓગસ્ટ 2020

હોલીવુડ સ્ટાર ચેડવિક બોસમેનનું ગઈકાલે (શુક્રવારે) નિધન થઇ ગયું છે. માર્વલ સ્ટુડિયોની ફિલ્મ 'બ્લેક પેન્થર'માં મુખ્ય ભુમિકા નિભાવનાર ચેડવિક 43 વર્ષના હતાં અને ગત 4 વર્ષથી કેન્સરથી પીડાતા હતા. ચેડવિક બોઝમેનના નિધનના સમાચાર સાંભળીને હોલીવુડથી બોલીવુડમાં શોકનું મોજુ ફરી વળ્યું છે. ચાહકોથી લઈને સ્ટાર્સ સુધી, તે એક્ટરને યાદ કરીને તેને શ્રદ્ધાંજલિ આપી રહ્યા છે. ચેડવિકના પ્રતિનિધિએ એક્ટરના નિધનની પુષ્ટિ કરી છે. ચેડવિકે લોસ એન્જલિસમાં પોતાના નિવાસસ્થાને અંતિમ શ્વાસ લીધાં. ચેડવિક બોઝમેનના મૃત્યુ બાદ તેમના પરિવાર વતી એક સત્તાવાર નિવેદન પણ બહાર પાડવામાં આવ્યું છે. 

ચેડવિક બોઝમેનના પરિવાર દ્વારા બહાર પાડવામાં આવેલા નિવેદનમાં જણાવવામાં આવ્યું છે કે 'એક સાચા યોદ્ધા, ચેડવિકે તેના સંઘર્ષ દ્વારા, તમારી સુધી તે બધી ફિલ્મો પહોંચાડી, જેને તમે ખૂબ પ્રેમ આપ્યો.' આ સાથે જ પરિવારે એમ પણ કહ્યું હતું કે ચેડવિકે છેલ્લા 4 વર્ષમાં ઘણી ફિલ્મોનું શૂટિંગ કર્યું અને આ બધું તેની ઘણી સર્જરી અને કીમોથેરાપી વચ્ચે થયું. બ્લેક પેન્થર મૂવીમાં કિંગ ટી'ચાલાનું પાત્ર ભજવવું તેમના માટે સન્માનની વાત છે.’

ગુજરાતી બ્રેકિંગ ન્યૂઝ માટે વોટ્સઅપ ગ્રુપ માં નીચે આપેલી લિંક દબાવીને જોડાઓ.

https://bit.ly/34e9Kzu 

News Continuous (ન્યૂઝ કંટીન્યૂઝ)                       

www.newscontinuous.com               

YouTube : https://www.youtube.com/NewsContinuous      

Twitter : https://twitter.com/NewsContinuous         

Facebook : https://www.facebook.com/newscontinuous         

Instagram : https://www.instagram.com/newscontinuous/         

Email : TheNewsContinuous@gmail.com    

Ranbir Kapoor: ઉદયપુર ના લગ્ન માં બોલીવુડના ઠુમકા, વચ્ચે વાયરલ થયું રણબીર કપૂરનું જૂનું નિવેદન
The Family Man 4: ‘ધ ફેમિલી મેન ૪’ કન્ફર્મ! શ્રીકાંત તિવારી ઉર્ફે મનોજ બાજપેયીનો ધમાકેદાર ખુલાસો, ચાહકોમાં ઉત્તેજના
Priya Ahuja Rajda: ‘તારક મહેતા’ની ‘રીટા રિપોર્ટર’એ બનાવ્યો રેકોર્ડ, પીઠ પર રાખ્યું આટલા કિલો વજન,જેને જોઈએ તમે પણ રહી જશો દંગ
Ashlesha Savant Wedding: લગ્ન ના બંધન માં બંધાઈ ‘કયુંકી સાસ ભી કભી બહુ થી’ની અભિનેત્રી,અશ્લેષા સાવંત એ અધધ આટલા વર્ષના લિવ-ઇન પછી સંદીપ બસવાના સાથે લીધા સાત ફેરા
Exit mobile version