ન્યુઝ કન્ટીન્યુઝ બ્યુરો,
મુંબઈ
07 જાન્યુઆરી 2021
જ્યારે કોરોનાના ને કારણે અચાનક સરકાર દ્વારા દેશવ્યાપી લોકડાઉનની જાહેરાત કરવાનમાં આવી ત્યારે લોકોને પોતાને ખર્ચે અભીનેતા સોનુ સુદે પોતાના વતન લોકોને મોકલ્યા હતા. પરંતુ આ સારું કામ કરવા બદલ સોનુ સુદને મુંબઈ મનપાએ નોટિસ ફટકારી છે.
બૃહદ મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન (બીએમસી) એ બોલીવુડ અભિનેતા સોનુ સૂદ વિરુદ્ધ મુંબઈ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે કે તેણે જુહુમાં રહેણાંક મકાનને હોટેલમાં ફેરવ્યું હતું. બીએમસીએ 4 જાન્યુઆરીએ મહારાષ્ટ્ર રિજન એન્ડ ટાઉન પ્લાનિંગ (એમઆરટીપી) એક્ટ હેઠળ ફરિયાદ નોંધાવી હતી.
બીએમસીએ સૂદ દ્વારા જુહુના એબી નાયર રોડ પર રહેણાંક મકાન શક્તિ સાગરમાં ફેરફાર કરી, લોકોના વપરાશમાં આવી શકે એવા બદલાવ અને અનધિકૃત ઉમેરાઓનો કર્યા હતા.
નોંધનીય છે કે અગાઉ આ મામલે બીએમસીએ સૂદને નોટિસ ફટકારી હતી. પરંતુ સૂદ, ઓક્ટોબરમાં, નોટિસની વિરુદ્ધ સિટી સિવિલ કોર્ટમાં ગયા હતાં.
મનપાની દલીલો છે કે, સંબંધિત બીએમસી એન્જિનિયરે વ્યક્તિગત રૂપે અમારી પાસે સંપર્ક કરવો જોઈતો હતો અને રહેણાંકના માળખાકીય ફેરફારો કરવા માટે પહેલાં મનપાની મંજૂરી લેવી જોઈતી હતી. એમ પોલીસ સહાયક કમિશનરે જણાવ્યું હતું.
જોકે સોનુ સૂદના પ્રવક્તાએ કહ્યું કે ટૂંક સમયમાં જ આ મામલે સત્તાવાર નિવેદન બહાર પાડવામાં આવશે..ઉલ્લેખનીય છે કે મનપાએ અભિનેત્રી કંગના રનૌતને પણ આવાજ કારણો સર નોટિસ ફટકારી બીજા જ દિવસે તેની નવી જ બાંધેલી ઓફીસ તોડી પાડી હતી.