Site icon News Continuous Bureau | Mumbai

Shahrukh khan Mannat: શાહરુખ ખાન ના મન્નત માં પહોંચ્યા BMC અધિકારીઓ, કિંગ ખાન ના ઘર ના રીનોવેશન સાથે જોડાયેલો છે મામલો

Shahrukh khan Mannat: શાહરુખ ખાનના મન્નતમાં ચાલી રહેલા કામ અંગે BMC અને વન વિભાગને મળેલી ફરિયાદ બાદ શાહરુખ ખાન ના ઘરમાં અધિકારીઓ પહોંચ્યા છે.

BMC visit shahrukh khan home mannat

BMC visit shahrukh khan home mannat

News Continuous Bureau | Mumbai 

Shahrukh khan Mannat: મુંબઈના બાંદ્રા વિસ્તારમાં આવેલા શાહરુખ ખાન ના ઘર ‘મન્નત’ માં હાલમાં રિનોવેશનનું કામ ચાલી રહ્યું છે. BMC અને વન વિભાગને મળેલી ફરિયાદ મુજબ આ કામ કાયદા વિરુદ્ધ અને તટીય નિયમોના ઉલ્લંઘન સાથે થઈ રહ્યું છે. શુક્રવારે BMCની ટીમ મન્નત ખાતે પહોંચી અને સ્થળનું નિરીક્ષણ કર્યું.

Join Our WhatsApp Channel

આ સમાચાર પણ વાંચો : Andaz Apna Apna 2: શું ખરેખર અંદાજ અપના અપના ની આવી રહી છે સિક્વલ?આમિર ખાને આ વિશે આપ્યું અપડેટ

BMC અને વન વિભાગે કર્યું મન્નતનું નિરીક્ષણ

મીડિયા રિપોર્ટ મુજબ, વન વિભાગ અને BMCના અધિકારીઓએ મળેલી ફરિયાદના આધારે મન્નત નું નિરીક્ષણ કર્યું. અધિકારીઓએ જણાવ્યું કે તેઓ રિપોર્ટ તૈયાર કરી રહ્યા છે, જે ટૂંક સમયમાં રજૂ કરવામાં આવશે.શાહરુખ ખાન ના મેનેજરે મીડિયા સાથે વાતચીતમાં જણાવ્યું કે “કોઈ ફરિયાદ નથી, તમામ કામ નિયમો મુજબ ચાલી રહ્યું છે.” મન્નતના સ્ટાફે અધિકારીઓને તમામ જરૂરી દસ્તાવેજો સોંપવાની તૈયારી બતાવી છે.


મન્નત માં રિનોવેશનના કારણે શાહરુખ ખાન હાલમાં પાલી હિલ ખાતેના નવા એપાર્ટમેન્ટમાં રહે છે. અહેવાલ મુજબ તેણે આ એપાર્ટમેન્ટ 24 લાખ માસિક ભાડે લીધું છે. મન્નતનું રિનોવેશન લગભગ બે વર્ષ સુધી ચાલશે.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

Naagin 8 Major Update ટીવીની આ હસીના બનશે ‘નાગિન ૮’ની નવી વિલન! નામ સામે આવતા જ ફેન્સમાં ભારે ઉત્સાહ
Buntwara 1947 Trailer Released 1947ના વિભાજનની દર્દનાક ઝલક, સની દેઓલ અને શબાના આઝમીની બંટવારા 1947નું ટ્રેલર રિલીઝ
Spider Man Brand New Day Advance Booking સ્પાઈડરમેન બ્રાન્ડ ન્યૂ ડેનું એડવાન્સ બુકિંગમાં ધમાકેદાર પ્રદર્શન, ભારતમાં રીલીઝ પહેલાં જ કરી બમ્પર કમાણી
Shivangi Joshi Harshad Chopda Relationship Rumors ૧૩ વર્ષ મોટા એક્ટર સાથે બ્રેકઅપ બાદ શું હર્ષદ ચોપડાને ડેટ કરી રહી છે શિવાંગી જોશી? ધીરજ ધૂપરે ખોલી પોલ
Exit mobile version