News Continuous Bureau | Mumbai
Bobby darling: બોલિવૂડ ફિલ્મો, ટીવી સિરિયલો અને રિયાલિટી શોમાં જોવા મળેલ બોબી ડાર્લિંગ ઘણા સમયથી સ્ક્રીન પરથી ગાયબ છે. જોકે, તે સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે. તે તેના ફેન્સ સાથે જોડાયેલી રહેવા માટે અવારનવાર તેની સાથે જોડાયેલી વસ્તુઓ પોસ્ટ કરતી રહે છે.હવે બિગ બોસની પૂર્વ સ્પર્ધક બોબી ડાર્લિંગ ફરી એકવાર સમાચારમાં આવી છે. વાસ્તવમાં બોબી નો દિલ્હી મેટ્રોની અંદર એક મુસાફર સાથે ઝઘડો થયો હતો. હવે તેમની લડાઈનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.
બોબી ડાર્લિંગ નો મારપીટ નો વિડીયો થયો વાયરલ
બોબી ડાર્લિંગનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેમાં તે દિલ્હી મેટ્રોમાં મુસાફરી કરતી જોવા મળી રહી છે. આ દરમિયાન તેનો એક મુસાફર સાથે ઝઘડો થાય છે. આ વ્યક્તિ મેટ્રોના પ્રવેશદ્વાર પર ખૂણામાં ઉભો હતો. આ દરમિયાન બોબી તેના હાથમાં રહેલી બેગથી તેની તરફ ઇશારો કરે છે. આ વ્યક્તિ ગુસ્સે થઈ જાય છે અને પછી બોબી સાથે ઝપાઝપી કરવા લાગે છે. આ જોઈને બોબી ડરી જાય છે અને તેનો દુપટ્ટો પડી જાય છે. તે સમયે ત્યાં સીઆઈએસએફ નો જવાન આવે છે અને દરમિયાનગીરી કરે છે.
Kalesh b/w Bobby Darling and a Guy inside Delhi metro over little issue pic.twitter.com/M1H0LmyKu5
— Ghar Ke Kalesh (@gharkekalesh) October 5, 2023
બોબી ડાર્લિંગ ની કારકિર્દી
તમને જણાવી દઈએ કે બોબી ડાર્લિંગ ફિલ્મ ઈન્ડસ્ટ્રીની સૌથી ફેમસ ટ્રાન્સજેન્ડર એક્ટ્રેસ છે. તે ‘તા રા રમ પમ’, ‘પેજ 3’ અને ‘ચલતે ચલતે’ અને ‘હસી તો ફસી’ જેવી ફિલ્મોમાં જોવા મળી છે. આ સિવાય તે રિયાલિટી શો બિગ બોસનો પણ ભાગ રહી ચૂકી છે.
આ સમાચાર પણ વાંચો : Gadar 2 OTT: હવે ઘરે બેઠા જુઓ તારા સકીના ની પ્રેમ કહાની, થિયેટર માં ધૂમ મચાવ્યા બાદ આ દિવસે ઓટીટી પર રિલીઝ થશે ગદર 2, જાણો વિગત