News Continuous Bureau | Mumbai
Bobby deol: અભિનેતા શ્રેયસ તલપડે ને ગુરુવારે મોડી સાંજે હાર્ટ એટેક આવ્યો હતો જેના કારણે તેને હોસ્પિટલ માં દાખલ કરવામાં આવ્યો હતો, ત્યારબાદ તેની એન્જિયોપ્લાસ્ટી કરવામાં આવી હતી. જ્યારથી આ સમાચાર વાયરલ થયા છે ત્યારથી ચાહકો શ્રેયસના સ્વાસ્થ્ય વિશે જાણવા માટે ઉત્સુક છે. ત્યારબાદ અભિનેતાની પત્ની દીપ્તિએ તેના સ્વાસ્થ્ય વિશે આનંદદાયક માહિતી આપી હતી. હવે, શ્રેયસના નજીકના મિત્ર અને ‘એનિમલ’ સ્ટાર બોબી દેઓલે તેની હેલ્થ અપડેટ શેર કરી છે.
આ સમાચાર પણ વાંચો : Bobby deol: બોબી દેઓલે પોતે કોરિયગ્રાફ કર્યો જમાલ કુડુ નો ડાન્સ સ્ટેપ, જાણો એનિમલ અભિનેતા ને ક્યાંથી આવ્યો આ સ્ટેપ નો આઈડિયા
બોબી દેઓલે શેર કર્યું શ્રેયસ તલપડે નું હેલ્થ અપડેટ
બોબી દેઓલ ને જયારે તેના મિત્ર શ્રેયસ તલપડે ના સ્વાસ્થ્ય વિશે પૂછવામાં આવ્યું ત્યારે અભિનેતા એ મીડિયા ને કહ્યું કે, “મેં હમણાં જ તેની પત્ની સાથે વાત કરી, તે ખૂબ જ પરેશાન હતી. શ્રેયસના ધબકારા લગભગ 10 મિનિટ સુધી બંધ થઈ ગયા હતા. ડોકટરો એ તેને પુર્નજીવીત કર્યો છે અને તેની એન્જીયોપ્લાસ્ટી કરી છે. તો બસ પ્રાર્થના કરો કે તે સ્વસ્થ થઈ જાય.”