News Continuous Bureau | Mumbai
Bobby deol: શાહરુખ ખાન નો મોટો દીકરો આર્યન ખાન ( Aryan Khan ) વેબ સિરીઝ સ્ટારડમ થી દિર્ગદર્શક તરીકે ડેબ્યુ કરી રહ્યો છે. મીડિયા રિપોર્ટ મુજબ આ સિરીઝ માં ઘણા મોટા સ્ટાર્સ જોવા મળવાના છે.જેમાં હવે બોબી દેઓલ નું પણ નામ સામેલ થઇ ગયું છે. એનિમલ માં પોતાના અભિનય ની ક્ષમતા બતાવ્યા બાદ બોબી દેઓલ હવે આર્યન ખાન ની વેબ સિરીઝ સ્ટારડમ ( Stardom ) માં જોવા મળશે. જેનો ખુલાસો ખુદ બોબી દેઓલ એ કોફી વિથ કરણ માં જણાવ્યું હતું. હવે બોબીના પાત્ર વિશે નવું અપડેટ સામે આવ્યું છે.
સ્ટારડમ માં બોબી દેઓલ ની ભૂમિકા
એક ન્યુઝ પોર્ટલ મુજબ બોબી દેઓલ નો રોલ ખુબ જ ફેન્સી હશે. એક નજીક ના સૂત્ર એ ન્યુઝ પોર્ટલ ને જણાવ્યું કે, ‘બોબી દેઓલ એક સફળ સુપરસ્ટારની ભૂમિકા ભજવશે. તે એક સુપર ફેન્સી પાત્ર ભજવતો જોવા મળશે. સિરીઝમાં ( Web series ) તેનું પાત્ર લાર્જર ધેન લાઈફ ( Larger than life ) બનવા જઈ રહ્યું છે. ચાહકોએ પહેલા ક્યારેય બોબીને આ પાત્રમાં નહીં જોયો હોય તેમજ આર્યન ખાન પોતે બોબી દેઓલનો મોટો ફેન છે. તે અભિનેતાને ખૂબ પસંદ કરે છે.’ જો કે, શોની સ્ટારકાસ્ટને લઈને મેકર્સ તરફથી હજુ સત્તાવાર જાહેરાતની રાહ જોવાઈ રહી છે.
આ સમાચાર પણ વાંચો : R madhavan: 3 ઇડિયટ ના એક સીન ના શૂટિંગ પહેલા આમિર ખાન, આર માધવન અને શર્મન જોશી એ કરી હતી આવી હરકત, ફિલ્મ ના 15 વર્ષ
