News Continuous Bureau | Mumbai
Bobby deol koffee with karan 8: બોલિવૂડ ફિલ્મમેકર કરણ જોહરનો ચેટ શો ‘કોફી વિથ કરણ 8’ શરૂ થઇ ગયો છે. આ શો ના પહેલા ગેસ્ટ તરીકે દીપિકા અને રણવીર જોવા મળ્યા હતા. હવે આ શો ના બીજા ગેસ્ટ તરીકે બોબી દેઓલ અને સની દેઓલ પહોંચ્યા છે. આ દરમિયાન બોબી અને સની એ ઘણા ખુલાસા પણ કર્યા હતા. આ દરમિયાન બોબી દેઓલે તેના આગામી પ્રોજેક્ટ વિશે પણ વાત કરી હતી. આ દરમિયાન બોબી એ એ પણ ખુલાસો કર્યો કે તે શાહરુખ ખાન ના પુત્ર આર્યન ખાન ની અંડર માં કામ કરશે.
બોબી દેઓલ કરશે આર્યન ખાન ની વેબસીરઝ માં કામ
બીબી દેઓલ અને સની દેઓલ કરણ જોહરના ચેટ શો ‘કોફી વિથ કરણ 8’ ના બીજા એપિસોડ માં જોવા મળવાના છે. આ દરમિયાન દેઓલ બ્રધર્સ એ ઘણા ખુલાસા કર્યા હતા.આ દરમિયાન બીબી દેઓલ એ એ પણ ખુલાસો કર્યો કે તે શાહરુખ ખાન ના પુત્ર આર્યન ખાન ની અંડર માં કામ કરશે. બોબી દેઓલે કહ્યું, “મને લાગે છે કે રેડ ચિલીઝ સાથે મારો ગાઢ સંબંધ છે. પહેલા મેં ‘ક્લાસ ઓફ 83’ કર્યું, હવે આર્યન નો શો અને પછી મેં લવ હોસ્ટેલ પણ કરી. મને લાગે છે કે તેણે મને હંમેશા સારી વસ્તુઓ આપી છે.”
View this post on Instagram
તમને જણાવી દઈએ કે, આ પહેલા બોબી દેઓલે રેડ ચિલીઝના બે પ્રોજેક્ટ ‘લવ હોસ્ટેલ’ અને ‘ક્લાસ ઓફ 83’માં કામ કર્યું હતું. હવે તે આર્યન ખાન ની વેબસીરઝ સ્ટારડમ માં કામ કરશે. આર્યન ખાનની પ્રથમ નિર્દેશક પ્રોજેક્ટ સ્ટારડમ વિશે વાત કરીએ તો, તે છ એપિસોડ ધરાવતો શો છે. આ સીરિઝનું લેખન અને નિર્દેશન આર્યન દ્વારા કરવામાં આવ્યું છે. આ શો ફિલ્મ ઈન્ડસ્ટ્રી પર આધારિત છે. આ શોની બાકીની સ્ટાર કાસ્ટ વિશે હજુ વધુ માહિતી સામે આવી નથી.
આ સમાચાર પણ વાંચોઃ Aishwarya rai bachchan: સાસુ સસરા અને અભિષેક ને છોડી આ લોકો સાથે મનાવ્યો ઐશ્વર્યા રાયે પોતાનો જન્મદિવસ, દીકરી આરાધ્યા ની સ્પીચ એ જીતી લીધા લોકો ના દિલ, જુઓ વિડિયો