War 2: વોર 2 માં જોવા મળી બોબી દેઓલ ની નવી ફિલ્મ ની ઝલક,સોશિયલ મીડિયા પર વાયરલ થયો વિડીયો

War 2: વોર 2 14 ઓગસ્ટ ના રોજ રિલીઝ થઇ છે આ ફિલ્મ ના અંત માં બોબી દેઓલ ની નવી ફિલ્મ ની ઝલક જોવા મળી રહી છે.

by Zalak Parikh
Bobby Deol's 'Alpha' Teased in War 2 Post-Credit Scene, Video Goes Viral

News Continuous Bureau | Mumbai

War 2: હાલમાં રિલીઝ થયેલી ‘War 2’ (વૉર 2) ફિલ્મના પોસ્ટ-ક્રેડિટ સીનમાં બોબી દેઓલ (Bobby Deol)ની આગામી ફિલ્મ આલ્ફા’ની પહેલી ઝલક દર્શાવવામાં આવી છે. આ ઝલક સોશિયલ મીડિયા પર વાયરલ થઈ ગઈ છે. ફિલ્મમાં બોબી દેઓલ વિલનના રોલમાં જોવા મળશે અને તેની સાથે આલિયા ભટ્ટ (Alia Bhatt) અને શરવરી વાઘ (Sharvari Wagh) મુખ્ય ભૂમિકામાં હશે.

આ સમાચાર પણ વાંચો : War 2: ‘વોર 2’ માટે હૃતિક અને જુનિયર એનટીઆરએ ફેન્સને કરી ખાસ અપીલ, જાણો બંને સુપરસ્ટાર્સ એ શું કહ્યું

‘અલ્ફા’ની પહેલી ઝલકથી ફેન્સ માં ઉત્સાહ

વિડિયો ક્લિપમાં બોબી દેઓલ એક બાળકીના હાથ પર એજન્સી નો લોગો બનાવતા જોવા મળે છે. જ્યારે બાળકી પૂછે છે, “આ શું છે?” ત્યારે બોબી જવાબ આપે છે, “અલ્ફા (Alpha)”. તે પછી કહે છે, “Greek Alphabetનો પહેલો અક્ષર અને અમારા પ્રોગ્રામનો મોટો – સૌથી પહેલા, સૌથી ઝડપી, સૌથી શક્તિશાળી. દરેક શહેરમાં એક જંગલ છે અને દરેક જંગલમાં રાજ કરશે એક અલ્ફા.”


અલ્ફા’ ફિલ્મ ડિસેમ્બર 2025માં રિલીઝ થવાની શક્યતા છે. ‘War 2’ના અંતમાં આ ઝલક દર્શાવાતા જ દર્શકોમાં ઉત્સાહ વધી ગયો છે. ઘણા ફેન્સ માને છે કે વિડિયોમાં દેખાતી બાળકી આલિયા ભટ્ટ છે. ફિલ્મની સ્ટોરી અને પાત્રો વિશે હજુ વધુ માહિતી જાહેર થવાની બાકી છે.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

You Might Be Interested In

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More