ન્યૂઝ કંટીન્યુઝ બ્યૂરો
મુંબઈ
15 ફેબ્રુઆરી 2021
બૉલીવુડ અભિનેતા અનિલ કપૂરની ગણતરી એવા સ્ટાર્સમાં થાય છે જે પોતાની ફિટનેસનો પુરેપુરો ખ્યાલ રાખે છે.
અનિલ કપૂરને સદાબહાર અભિનેતા કહેવામાં આવે છે, કેમકે 60ની ઉંમર પાર કરી હોવા છતા પણ અનિલ કપૂર હાલ યંગ એક્ટર્સને ટક્કર આપે એટલા ફિટ અને તંદુરસ્ત છે.

થોડા દિવસ અગાઉ જ અનિલ કપૂરે બીચ પર પાડેલીકેટલીક તસવીરો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેર કરી હતી. આ ઉંમરે પણ તેમની ફિટનેસ જોઇને લોકો દંગ રહી ગયા છે.

આ તસ્વીરોમાં અભિનેતા અનિલ કપૂરની ટોન્ડ બોડી જોવા મળી રહી છે

સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર ફોટો શેર કરતા અનિલ કપૂરે કેપ્શનમાં લખ્યું- યહ પાપા પ્રચાર નહીં કરતા હૈ, કેવલ અપના ટૉપ નીકાલકર બીચ પર ટહલતા હૈ.

બૉલીવુડ અભિનેતા અનિલ કપૂરની ફિટનેસની આ તસવીરો ખુબ ધૂમ મચાવી રહી છે. 63 વર્ષની વયે પણ અનિલ કપૂર હાલ યુવાઓને શરમાવે તેવી બૉડી બિલ્ડ કરી ચૂક્યા છે.
