શાહરુખ ખાન ના ચાહકો માટે સારા સમાચાર: અભિનય બાદ હવે કિંગ ખાન OTTની દુનિયામાં કરશે મોટો ધમાકો

News Continuous Bureau | Mumbai 

પોતાની એક્ટિંગ અને રોમેન્ટિક ઈમેજથી દર્શકોના દિલમાં પોતાનું સ્થાન બનાવનાર શાહરૂખ ખાન આજે આખું બોલિવૂડ માં કિંગ ખાનના નામથી ઓળખાય છે.શાહરૂખ ખાન ઘણા સમયથી ફિલ્મોથી દૂર છે. ચાહકો તેને સ્ક્રીન પર જોવા માટે ઉત્સુક છે. આ દરમિયાન શાહરૂખે એક મોટા સારા સમાચાર આપ્યા છે.આ સમયે સમગ્ર વિશ્વ OTT તરફ વળ્યું છે, દરેક અભિનેતા-અભિનેત્રી OTT પર તેમની અભિનય કુશળતા બતાવી રહ્યા છે. આવી સ્થિતિમાં શાહરૂખે પણ પોતાનું OTT પ્લેટફોર્મ લોન્ચ કરવાનું મન બનાવી લીધું છે. અભિનેતાએ આ જાહેરાત તેના સોશિયલ મીડિયા હેન્ડલ પર શેર કરી, જેનાથી તેના ચાહકોમાં ખુશીની લહેર ફેલાઈ ગઈ.

 

અભિનેતા શાહરૂખ ખાને તેના ટ્વિટર હેન્ડલ પર તેના OTT પ્લેટફોર્મ 'SRK+'ના લોન્ચની જાહેરાત કરી હતી. આ જાહેરાત કરતા શાહરૂખે પોતાના ટ્વીટમાં લખ્યું, 'કુછ કુછ હોને વાલા  હૈ, OTT કી દુનિયા મેં'.આ ટ્વીટમાં શાહરૂખનો થમ્બ્સ અપ કરતો ફોટો છે, જેના પર તેના OTT પ્લેટફોર્મનું નામ પણ લખેલું છે. આ સાથે તેણે તેના ચાહકોને કહ્યું છે કે ટૂંક સમયમાં તે બધા લોકોની વચ્ચે હશે.જો કે અભિનેતાએ તેની પોસ્ટ સાથે સ્પષ્ટપણે કંઈપણ લખ્યું ન હતું, પરંતુ સલમાને તેને અભિનંદન આપતા આ રહસ્ય પરથી પડદો હટાવ્યો હતો.ટ્વિટર પર શાહરૂખને અભિનંદન આપતા સલમાન ખાને લખ્યું, 'આજની ​​પાર્ટી તમારી તરફથી @iamsrk. તમારી નવી OTT એપ્લિકેશન SRK+ માટે અભિનંદન.

શાહરૂખના વર્ક ફ્રન્ટની વાત કરીએ તો તે છેલ્લે 2018માં આવેલી ફિલ્મ 'ઝીરો'માં જોવા મળ્યો હતો. ત્યારથી, અભિનેતાના ચાહકો તેને મોટા પડદા પર જોવા માટે ઉત્સુક છે. હવે તે ફિલ્મ 'પઠાણ'માં જોવા મળશે, જેમાં જ્હોન અબ્રાહમ અને દીપિકા પાદુકોણ પણ છે. થોડા દિવસ પહેલા જ 'પઠાણ'ના શાહરૂખનો ફર્સ્ટ લુક સામે આવ્યો હતો.

આ સમાચાર પણ વાંચો : શું બિગ બીના બંગલા ની બાયોપિક છે વિદ્યા બાલનની 'જલસા'? આ સાંભળીને એક્ટ્રેસે આપ્યો આ ફની જવાબ

Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *