Birthday Special: સની દેઓલે પોતાના પહાડી અવાજ અને મજબૂત ડાયલોગના લીધે બનાવી આગવી ઓળખ!

80ના દશકમાં દર્શકોના દિલ જીતનાર સની દેઓલની 21મી સદીમાં પણ લોકપ્રિયતા ઓછી થઇ નથી.

by NewsContinuous Bureau
sunny deol birthday

News Continuous Bureau | Mumbai

Happy Birthday Sunny Deol: બોલિવુડમાં એક્શન હીરોની લિસ્ટમાં કોઇનું નામ મોખરે આવતું હોય તો તે છે સની દેઓલ. તેને સની પાજીના નામે પણ ઓળખવામાં આવે છે. સની દેઓલ(Sunny Deol) બોલિવુડમાં આશરે 37 વર્ષથી સક્રિય છે. 80ના દશકમાં દર્શકોના દિલ જીતનાર સની દેઓલની 21મી સદીમાં પણ લોકપ્રિયતા ઓછી થઇ નથી. સની દેઓલનો જન્મ 19 ઓક્ટોબર (Birthday) 1956ના રોજ પંજાબમાં થયો હતો. પરંતુ ઉંમરના આ પડવા પર પણ તેની ફિટનેસ કોઇ યંગ એક્ટર કરતાં ઉતરતી નથી. આવો જાણીએ સની પાજીના જીવન અને કરીયર પર કરીએ એક નજર…

 

View this post on Instagram

 

A post shared by Sunny Deol (@iamsunnydeol)

1883માં બોલિવુડમાં મારી એન્ટ્રી

પિતા મોટા સ્ટાર હતા એટલે સની દેઓલે પણ એક્ટિંગમાં હાથ અજમાવ્યો. સની દેઓલે 1983માં ફિલ્મ બેતાબથી બોલિવૂડ(Bollywood actor) માં એન્ટ્રી કરી હતી. આ ફિલ્મ જોરદાર હિટ સાબિત થઈ અને તેને સફળ સ્ટાર કિડનો ટેગ પણ મળ્યો. તેણે પોતાના ફિલ્મી કરિયરમાં ઘણા શાનદાર ડાયલોગ આપ્યા છે, જે ફેન્સની જીભ પર રહે છે. સની દેઓલ ફિલ્મોમાં પોતાના સ્ટંટ જાતે જ શૂટ કરે છે. અને બોલિવુડમાં બોડી દેખાડવાના શાનદાર લૂકની શરૂઆત પણ સની દેઓલથી જ થઈ હોવાનું કહેવાય છે…તેમના પહાડી અવાજ અને મજબૂત ડાયલોગના લીધે થિયેટર હંમેશા સિટીઓથી ગુંજતા રહ્યા છે.

 

આ બની કરિયરની સૌથી શ્રેષ્ઠ ફિલ્મ

સની દેઓલની કેટલીક શ્રેષ્ઠ ફિલ્મોમાં બોર્ડર, ગદર, અર્જુન, સલ્તનત, ડાકોટ, ત્રિદેવ, ચાલબાઝ, વિષ્ણુ દેવા, અપને, યમલા પગલા દીવાનાનો સમાવેશ થાય છે. ગદરને સની દેઓલના કરિયરની સૌથી મોટી ફિલ્મ માનવામાં આવે છે. આ ફિલ્મનો લોકોમાં એટલો ક્રેઝ હતો કે થિયેટરમાં જગ્યાના અભાવે લોકો ઉભા થઈને ફિલ્મ(Best Films) જોવા ગયા હતા. ગદર એક પ્રેમ કથાનો પ્રથમ શો સવારે 6 વાગ્યે શરૂ થયો હતો. ફિલ્મ ગદર એક પ્રેમ કથાએ ભારતમાં સૌથી વધુ ટિકિટ વેચવાનો રેકોર્ડ બનાવ્યો હતો. આ ફિલ્મનું સંગીત પણ લોકોને ખુબ પસંદ આવ્યું હતું. અને ત્યાર બાદ ગદર-2 દ્વારા સનીએ ફરી ફેન્સના દિલ જીતી લીધા. 

 

View this post on Instagram

 

A post shared by Sunny Deol (@iamsunnydeol)

બોલિવુડમાં એન્ટ્રી પહેલાં જ કર્યા હતા લગ્ન

બોલિવુડમાં ડેબ્યુ કરતા પહેલાં જ સની દેઓલે પૂજા સાથે ગુપચુપ લગ્ન કરી લીધા હતા. જો કે રોમેન્ટિક ઈમેજ પર અસર ના પડે તેના માટે પહેલી ફિલ્મ બેતાબ(Film Betab)ની રિલીઝ પહેલાં સનીના લગ્નની વાત છૂપાવવામાં આવી હતી. સની દેઓલ શૂટિંગમાંથી બ્રેક લઈને લંડન જતો હતો. જેથી સવાલોના મારા બાદ આખરે સની દેઓલે કબૂલ્યું કે તે પરિણીત છે. જો કે સની દેઓલનું નામ તે સમયની ઘણી અભિનેત્રીઓ સાથે ચર્ચામાં રહ્યું હતું. પરંતુ ડિમ્પલ કાપડિયા સાથે તેનો સંબંધ લાંબા સમય સુધી ચાલ્યો હતો. 1982માં રાજેશ ખન્ના સાથે છૂટાછેડા બાદ ડિમ્પલ સનીની નજીક આવી હતી. બંને લગભગ 11 વર્ષ એકબીજા સાથે રિલેશનમાં હતા. 

રાજનીતિમાં પણ એક્ટિવ છે સની દેઓલ

સની દેઓલ એક્ટર હોવા ઉપરાંત નેતા(Sunny join Politics) પણ છે. 2019ની સામાન્ય ચૂંટણી સમયે તેઓ ભાજપમાં જોડાયા હતા. 2019માં સની દેઓલે કોંગ્રેસના સુનીલ જાખરને 82,459 મતોથી હરાવીને જંગી જીત મેળવી હતી. આ જીતથી તેઓ પ્રથમ વખત લોકસભા સુધી પહોંચ્યા હતા. હાલમાં તેઓ પંજાબના ગુરદાસપુરથી સાંસદ છે.

આ સમાચાર પણ વાંચોઃ ટૂંક સમયમાં જ લોન્ચ થશે Honor 90 Pro સ્માર્ટ ફોન, વાંચો તેના વિવિધ ફિચર્સ વિશે…

You Might Be Interested In
Join Our WhatsApp Community

About News Continues

News Continuous is created to spread authentic, accurate and correct news across platforms. This news venture is managed by experienced journalists. Drop an email for collaborations.

Newsletter

Subscribe to our Newsletter to get the latest news updates.

To explore your career & collaborate with us pls write to us on following email id info@newscontinuous.com

@2023 – All Right Reserved. 

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More