ન્યૂઝ કંટીન્યુઝ બ્યૂરો
મુંબઈ
03 માર્ચ 2021
બૉલીવુડ અભિનેત્રી અને ટીવી હોસ્ટ મંદિરા બેદી પોતાના પરફેક્ટ ફિગર અને સ્ટાઇલ સ્ટેટમેન્ટના કારણે ચર્ચામાં રહે છે. મંદિરાએ ઘણીવાર પોતાના બિકીની ફોટોઝથી ચાહકોને ચોકાવ્યા છે. તાજેતરમાં જ મંદિરા બેદીએ પોતાની એક તસવીર શેર કરીને બતાવ્યુ કે ગ્લેમરને દર્શકોને પડદા પર બતાવવામાં આવે છે, જેની પાછળ સ્ટાર્સની શું હકીકત હોય છે.

મંદિરા બેદીએ આ તસવીર શેર કરી છે, તસવીરમાં તમે જોઇ શકો છો કે મંદિરાએ રેડ સાટિન ડ્રેસ પહેરેલો છે, જેમાં બેશક તે સામેની બાજુથી સુંદર અને ગ્લેમરસ દેખાઇ દેતી હશે, પરંતુ અસલમાં શૉ માટે તેની પાછળ કમરમાં કઇ રીતે લેપલ માઇકનો સેટ અપ કરવામાં આવ્યો છે.

મંદિરા ઘણીવાર બેકલેસ ડ્રેસમાં પોતાનો ટેટૂ ફ્લોન્ટ કરતી જોવા મળે છે. અભિનેત્રી મંદિરા બેદી સોશિયલ મીડિયા પર એક્ટિવ રહે છે, અને પોતાના ફેન્સ સાથે વીડિયો અને તસવીરો શેર કરતી રહે છે.

મંદિરા એક ફિટનેસ ફ્રીક છે અને તેણે આટલું ફીટ ફિગર મેળવવા માટે ખૂબ જ મહેનત કરી છે, મંદિરા પોતાનુ વર્કઆઉટ મિસ નથી કરતી, અને હંમેશા જિમિંગ સેશનના વીડિયો સોશ્યલ મીડિયા પર શેર કરતી રહે છે.

વર્કફ્રન્ટની વાત કરીએ તો એક્ટ્રેસ મંદિરા બેદી શાહરુખ ખાન અને કાજોલની ફિલ્મ "દિલવાલે દુલ્હનિયા લે જાયેંગે" તેમાં નજરે આવી હતી. ત્યારબાદ મંદિરા "સીઆઇડી" અને "ક્યોંકિ સાસ ભી કભી બહુ થી" ના રોલમાં નજરે આવી હતી. મંદિરાએ "ફેમ ગુરુકુળ" અને "ઇન્ડિયન આઇડલ" જેવા શો ને પણ હોસ્ટ કર્યો છે.
'XXX'ની અભિનેત્રી બૉલીવુડ બિપાશા બાસુના બોલ્ડ ફોટોસ એ વધાર્યો ઇન્ટરનેટનો પારો. જુઓ તેની તસવીરો..
