News Continuous Bureau | Mumbai
1996માં આવેલી ફિલ્મ 'પાપા કહેતે હૈ'ની એક્ટ્રેસ મયુરી કાંગો (Mayuri Kango)ઘણા સમયથી બોલિવૂડમાંથી ગાયબ છે. તે છેલ્લે 2000માં આવેલી તેલુગુ ફિલ્મ(Telugu film) 'વામસી'માં જોવા મળી હતી. 1995માં આવેલી ફિલ્મ 'નસીમ' (Naseem)થી ડેબ્યૂ કરનારી મયુરીની 'પાપા કહેતે હૈં' અને 'હોગી પ્યાર કી જીત' જેવી ફિલ્મો સિવાય બીજી કોઈ ફિલ્મ સફળ રહી નથી.ફિલ્મો અને સિરિયલોમાં સફળતા ન મળ્યા પછી, મયુરીએ ડિસેમ્બર 2003માં ઔરંગાબાદમાં NRI આદિત્ય ધિલ્લોન સાથે લગ્ન(marriage) કર્યા. મયુરી અને આદિત્યની પહેલી મુલાકાત એક કોમન ફ્રેન્ડ દ્વારા એક પાર્ટીમાં થઈ હતી.
અભ્યાસ દરમિયાન મયુરીને આઈઆઈટી કાનપુર (IIT Kanpur)માટે પસંદ કરવામાં આવી હતી, પરંતુ ફિલ્મોમાં કરિયરને કારણે તેણે અહીં એડમિશન(admission) લીધું ન હતું. મયુરીના કહેવા પ્રમાણે, તેણે લગભગ 16 ફિલ્મો કરી પરંતુ તેમાંથી ઘણી રિલીઝ થઈ શકી નહીં.ત્યારબાદ મયુરી તેના પતિ સાથે અમેરિકા(America) શિફ્ટ થઈ અને અહીંથી તેણે માર્કેટિંગ અને ફાઈનાન્સમાં MBA કર્યું. બાદમાં 2004 થી 2012 સુધી તેણે અમેરિકામાં જ કામ કર્યું. મયુરીના કહેવા પ્રમાણે,તે 2013માં ભારત(India)શિફ્ટ થઈ ગઈ હતી.
આ સમાચાર પણ વાંચો : કાજોલ અને સાઉથ ના આ સુપરસ્ટાર ને મળ્યું ઓસ્કાર કમિટીમાં સામેલ થવાનું આમંત્રણ- અજય દેવગને ટ્વિટ કરી પાઠવી અભિનેત્રી ને શુભેચ્છા
ભારતમાં (India shift)શિફ્ટ થયા પછી, મયુરીએ ફ્રેન્ચ એડવર્ટાઇઝિંગ પબ્લિસિસ ગ્રુપની કંપની પરફોર્મિક્સ (performax)માં કામ કર્યું. અહીં મયુરી મેનેજિંગ ડિરેક્ટર(MD) તરીકે કામ કરતી હતી. 2019 માં, તેણીને એક મોટી તક મળી અને તેણી ગૂગલ ઈન્ડિયા(Google India )માં જોડાઈ. મયુરી ગૂગલ ઈન્ડિયાની ઈન્ડસ્ટ્રી હેડ (Industry head)બની ગઈ છે. તેણે ઘણી વખત સોશિયલ મીડિયા પર પોતાની ઓફિસની ઝલક પણ બતાવી છે.
Join Our WhatsApp Community