ન્યૂઝ કંટીન્યુઝ બ્યૂરો
મુંબઈ
04 માર્ચ 2021
બોલિવૂડની સુંદર અભિનેત્રી અભિનેત્રી નુસરત ભરુચાની ગ્લેમરસ તસવીરો હંમેશા ઇન્ટરનેટ પર તહેલકો મચાવી દે છે. અભિનેત્રી નુસરત ભરૂચા સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે. તે તેના ફોટા ચાહકો સાથે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સ પર શેર કરતી રહે છે.
હાલમાં નુસરત ભરુચાએ તેની કેટલીક તસવીરો શેર કરી છે, જેમાં તે મોલદીવસમાં વેકેશનની મજા માણી રહી છે. આ તસ્વીરોમાં અભિનેત્રીએ પિન્ક કલરનો સ્વિમસૂટ પહેર્યું છે.
આ તસ્વીરોમાં અભિનેત્રી ખુબ જ બોલ્ડ અને ગ્લેમર્સ લાગી રહી છે અને બોડી પર કરાવેલા ટેટુ ફ્લોન્ટ કરી રહી છે.
આપને જણાવી દઈએ કે અભિનેત્રીએ વર્ષ 2006માં ફિલ્મ 'જય સંતોષી મા'થી બોલિવૂડમાં ડેબ્યૂ કર્યું હતું
અભિનેત્રીના વર્ક ફ્રન્ટની વાત કરીએ તો તે અમેઝોન પ્રાઇમ વીડિયો પર રિલીઝ ફિલ્મ 'છલાંગ'માં તેને છેલ્લી વાર જોવા મળી હતી. તાજેતરમાં જ અભિનેત્રીએ યો યો હની સિંહ સાથે એક ગીત 'સઇયા જી’ માં દેખાઇ હતી. યુટ્યૂબ પર રિલીઝ થતાંજ તે ટ્રેન્ડિંગ ટૉપિક બની ગયુ હતુ.
નુસરત ભરુચાની સિનેમાઘરોમાં રિલીઝ થયેલી ફિલ્મોની વાત કરીએ તો તે આયુષ્યમાન ખુરાનાની સાથે ફિલ્મ 'ડ્રીમ ગર્લ'માં જોવામાં આવી હતી.