Site icon

બદલો લેવા વાપસી કરી રહી છે ‘આર્યા’, બીજી સીઝનના ટીઝરમાં દેખાઈ અભિનેત્રી ની જબરદસ્ત સ્ટાઈલ; જાણો વિગત

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ, 13 નવેમ્બર, 2021

Join Our WhatsApp Community

શનિવાર

બોલિવૂડમાં તેના અભિનય અને સમજણ માટે જાણીતી, સુષ્મિતા સેને ડિઝની પ્લસ હોટસ્ટારની વેબ સિરીઝ આર્યા સાથે ડિજિટલ દુનિયામાં પ્રવેશ કર્યો. આ ક્રાઈમ સિરીઝને ભારે સફળતા મળી અને સુષ્મિતાએ અભિનયની દુનિયામાં જોરદાર પુનરાગમન કર્યું. શ્રેણીની બીજી સીઝનની લાંબા સમયથી રાહ જોવાઈ રહી હતી અને હવે તે સમાપ્ત થવા જઈ રહી છે.

બોલિવૂડની હોટ અભિનેત્રી સુષ્મિતા ફરી એકવાર આર્યા સરીનના રોલમાં જોવા મળશે અને દર્શકો તેને ફરીથી ખતરનાક દુશ્મનો સાથે સ્પર્ધા કરતી જોવા મળશે. એક્શન અને ડ્રામા શ્રેણી 'આર્યા' રામ  માધવાણી દ્વારા બનાવવામાં આવી છે અને તે આર્યા ની રહસ્યમય દુનિયાને ઉજાગર કરશે. તમને  મનોરંજન આપવા માટે, આર્યા ટૂંક સમયમાં જ વાપસી કરવા જઈ રહી છે. 'આર્યા'નું ટીઝર દર્શકોને ખૂબ જ કુશળતાપૂર્વક અને મનોરંજક રીતે વાર્તા સાથે જોડે છે. આમાં આર્યા તેના પતિની હત્યાનો બદલો લેતી જોવા મળે છે. આનાથી સ્પષ્ટ છે કે આર્યા સરીન તરીકે સુષ્મિતા સેન તેના પતિના મૃત્યુનો બદલો પહેલાં કરતાં વધુ કડકાઈ અને નિર્દયતાથી લેતી જોવા મળશે. સુષ્મિતા તેના ચહેરા પર લાલ રંગ અને ગુસ્સાવાળી આંખો સાથે ખૂબ જ આક્રમક અને ક્રૂર લાગે છે. પોતાના પરિવારને મુશ્કેલીઓમાંથી બચાવવા માટે લડવા વાળી શેરની જેવું રૂપ આ પોસ્ટર માં નજર આવી રહ્યું છે , જે સુષ્મિતાની અદભૂત અભિનય ક્ષમતાને કારણે સાકાર થઈ શક્યું છે

કાવ્યા આપશે વનરાજને દગો, બા પુરા પરિવાર સામે અનુજ – અનુપમાં ને આ કામ કરવા કરશે દબાણ ; જાણો ‘અનુપમા’ ના આગલા એપિસોડ વિશે

'આર્યા 'ની બીજી સિઝન વિશે વાત કરતાં, વેબસિરીઝના ડિરેક્ટર રામ માધવાણીએ કહ્યું, "પહેલી સિઝન માટે અમને જે પ્રેમ અને સ્નેહ મળ્યો તે ખૂબ જ સુખદ હતો, તેથી અમે તમામ પ્રેમ અને પ્રયત્નો સાથે બીજી સિઝન બનાવવાનું નક્કી કર્યું. શોના ચાહકો સમક્ષ આર્યા ની સફરનું આગલું પગલું રજૂ કરવા માટે હું અત્યંત ઉત્સાહિત છું. આર્યાને દરેક પગલે પડકારોનો સામનો કરવો પડે છે, કારણ કે તેણીને તેના પરિવારને જીવંત રાખવા અને બદલો લેવા વચ્ચે સંતુલન જાળવવાની ફરજ પડે છે .

 

Katrina Kaif and Vicky Kaushal: કેટરીના કૈફ અને વિક્કી કૌશલ બન્યા માતા-પિતા, હોસ્પિટલ એ આપ્યું માતા અને દીકરા નું સ્વાસ્થ્ય અપડેટ
Somy Ali on Salman khan: સોમી અલી એ સલમાન ખાન પર ફરી લગાવ્યો ગંભીર આરોપ, વિડીયો શેર કરી કહી આવી વાત
Shraddha Kapoor: શ્રદ્ધા કપૂર બની ‘જૂડી હોપ્સ’નો અવાજ,બોલિવૂડની ‘ક્યૂટ ગર્લ’ નું ડિઝની વર્લ્ડમાં ધમાકેદાર ડેબ્યુ!
Shahrukh khan King: શાહરૂખ ખાનની ‘કિંગ’માં હશે 15 દિગ્ગજ અભિનેતાઓ! જાણો કોણ કોણ જોડાશે?
Exit mobile version