News Continuous Bureau | Mumbai
ટોલીવૂડ(Tollywood)થી લઈને બોલિવૂડ ફિલ્મો(Bollywood films)માં પોતાના અભિનયથી દર્શકોનું દિલ જીતનાર અભિનેત્રી તમન્ના ભાટિયા (Tamanna Bhatia) પોતાના લૂક(look)ને કારણે હંમેશા લાઈમલાઈટમાં રહે છે.
વેસ્ટર્ન લુક(Western look)માં તેની સુંદરતાનો કોઈ જવાબ નથી, પરંતુ ટ્રડિશનલ લૂક(raditional look) માં પણ તે ખુબ સુંદર લાગે છે. દરમિયાન તમન્ના ભાટિયાનો નવો લૂક સોશિયલ મીડિયા પર છવાયેલો છે. જેમાં અભિનેત્રી લીલા રંગની સાડી પહેરેલી જોવા મળી રહી છે. પરંતુ આ સાડી(Saree look) સાથે અભિનેત્રીએ એવું રિવિલિંગ બ્લાઉઝ પહેર્યું છે કે તેની સાડી કરતાં વધુ બ્લાઉઝની ચર્ચા થઈ રહી છે.
આ સમાચાર પણ વાંચો : ન્યૂડ ફોટોશૂટ મામલે રણવીર સિંહના ઘરે પહોંચી મુંબઈ પોલીસ- આ તારીખે કરશે પૂછપરછ
નેકલાઇન અને કમર પર ઝીણુ મિરરવર્ક સાથે કટઆઉટ ડિઝાઇન સાથેનું બ્લાઉઝ તમન્નાહના લુકમાં ગ્લેમર ઉમેરે છે. તેના દેખાવને પૂર્ણ કરવા માટે, તમન્ના મિનિમમ મેકઅપ સાથે મેચિંગ ઍરિંગ્સ પહેરેલી છે.
તમન્ના ભાટિયાની આ તસવીરો ઓસ્ટ્રેલિયાના મેલબોર્નની છે. તે મેલબોર્નના ભારતીય ફિલ્મ ફેસ્ટિવલ IFFM ના ભાગ રૂપે યોજાનારી બોલિવૂડ નૃત્ય સ્પર્ધામાં નિર્ણાયકોમાંની એક હતી.
આ સમાચાર પણ વાંચો : પરદેશી પરદેશી જાના નહીં ગીત થી લોકપ્રિય થયેલી આ અભિનેત્રી થઇ ગઈ છે ગુમનામી માં ગરકાવ બદલાઈ ગયો આખો લુક-ઓળખવી થઇ મુશ્કેલ
તમન્ના ભાટિયાને ફિલ્મ 'બાહુબલી'થી હિન્દી સિનેમામાં ઓળખ મળી હતી. અભિનેત્રી 'બાહુબલી'ના પહેલા અને બીજા બંને ભાગમાં હતી. જેમાં અભિનેત્રીની એક્ટિંગના ખૂબ વખાણ થયા હતા.