News Continuous Bureau | Mumbai
બોલિવૂડમાં પોતાનું નસીબ ચમકાવવા આવતા સિતારાઓ એક્ટીંગ (acting)પહેલા કંઈક બીજું જ કામ કરી રહ્યા હતા. આજે અમે તમને તે સુપરસ્ટાર વિશે જણાવીશું જેને એક્ટિંગ ની દુનિયા માં પગ મુકતા પહેલા શું કામ કર્યું હતું. તમે સૌ જાણતા જ હશો કે બોલીવુડમાં પ્રવેશ કરતા પહેલા રજનીકાંત કંડક્ટર (conductor)હતા ત્યાર બાદ તે સુપરસ્ટાર બન્યા,આ ઉપરાંત સુપરસ્ટાર અક્ષય કુમાર વેઈટર (waighter)રહી ચુક્યા છે તેમ જ અભિનેત્રીઓ પણ એક્ટિંગમાં આવ્યા પહેલા કોઈ ક્યાંક નોકરી કરતી કોઈ રિપોર્ટર તો કોઈ બેંકમાં કામ કરતી હતી.તો ચાલો જાણીયે કે બોલિવૂડની સુંદર અભિનેત્રીઓ એક્ટીંગ પહેલા શું કામ કરતી હતી.
જેકલીન ફર્નાન્ડીઝ
ઘણા વર્ષોની મહેનત બાદ જેકલીન ફર્નાન્ડીઝ (Jacklin Fernandes)આજે બોલિવૂડની ટોચની અભિનેત્રી બની ગઈ છે. જેકલીન અભિનયની દુનિયામાં પ્રવેશતા પહેલા એક રિપોર્ટર(reporter) હતી. તેણે સિડની (Sydney)માંથી માસ કોમ્યુનિકેશનનો અભ્યાસ કર્યો છે. જેકલીનની સુંદરતા તેને મોડલિંગની દુનિયામાં લઈ આવ્યું અને તે અભિનેત્રી બની ગઈ.
સોહા અલી ખાન
ફિલ્મોમાં જાેડાયા પહેલા સોહા અલી ખાન(Soha Ali Khan) બેંકમાં કામ (bank job)કરતી હતી. સોહાએ લંડન સ્કૂલ ઓફ ઈકોનોમિક્સ એન્ડ પોલિટિકલ સાયન્સમાંથી માસ્ટર ડિગ્રી મેળવી છે..સોહા અલી ખાન પટૌડી પરિવારની લાડકી છે, જે હજુ પણ એક્ટિંગમાં સક્રિય છે.
પરિણીતી ચોપરા
પરિણીતી ચોપરાએ ઈકોનોમિક્સ ઓનર્સ (economics)કર્યું છે. અભ્યાસ પૂરો કર્યા બાદ પરિણીતીએ કરિયર બનાવવા માટે પિતરાઈ બહેન પ્રિયંકાની મદદ લીધી, જાે કે તે સમયે પ્રિયંકાનું બોલિવૂડમાં મોટું નામ હતું. પરિણીતીને’ લેડીઝ વર્સીસ રિકી બહલ’માં અભિનય કરવાનો મોકો મળ્યો, પછી પરિણીતીએ આ તક પોતાના હાથમાંથી જવા ન દીધી.
તાપસી પન્નુ
તાપસી પન્નુને બોલિવૂડ ની શ્રેષ્ઠ અભિનેત્રી માનવામાં આવે છે.પોતાની દમદાર અભિનય ને કારણે તાપસુ પન્નુએ સારુ નામ કમાયું છે. ફિલ્મોમાં પ્રવેશતા પહેલા તાપસી એક સોફ્ટવેર એન્જિનિયર(software engineer) હતી અને તેણે ઘણી કંપનીઓમાં કામ પણ કર્યું હતું.
અમીષા પટેલ
અમીષા પટેલ એક કંપનીમાં અર્થશાસ્ત્ર વિશ્લેષક તરીકે કામ કરતી હતી. આ પછી તેને એક બહુ મોટી મલ્ટી નેશનલ કંપની (multinational company)તરફથી ઓફર પણ મળી. 'ફિલ્મ કહો ના પ્યાર હૈ' થી ફિલ્મી દુનિયામાં એન્ટ્રી કરનાર અમીષા પટેલને એક લગ્ન દરમિયાન આ રોલ ઓફર કરવામાં આવ્યો હતો જેમાં રાકેશ રોશન પણ પહોંચ્યા હતા.
આ સમાચાર પણ વાંચો : સુશાંત સિંહ રાજપૂત કેસમાં થયો નવો ખુલાસો-અભિનેતા ની બહેનનો દાવો છે કે આ આત્મહત્યા નથી કાવતરું છે-આપ્યા આ પુરાવા