Site icon

Bollywood celebs: બોલિવૂડના આ સ્ટાર્સ રહી ચુક્યા છે એકબીજાના ક્લાસમેટ- જાણો કેવી હતી તેમની ફિલ્મી સફર

Bollywood celebs: બોલિવૂડ સ્ટાર્સ માં પણ મિત્રતા જોવા મળતી હોય છે. બોલિવૂડ એવા ઘણા સ્ટાર્સ છે સ્કૂલ લાઈફ માં કે કોલેજ લાઈફ માં એકબીજા ના ક્લાસમેટ રહી ચુક્યા છે તો ચાલો જાણીયે તે સ્ટાર્સ કોણ કોણ છે.

bollywood celebrities who were classmates their caree

bollywood celebrities who were classmates their caree

News Continuous Bureau | Mumbai

Bollywood celebs: બોલિવૂડ સ્ટાર્સની દોસ્તી અને દુશ્મનીની ઘણી ચર્ચાઓ થાય છે. ઘણીવાર એવું કહેવામાં આવે છે કે રિયલ લાઈફમાં સ્ટાર્સ વચ્ચે સારું બોન્ડિંગ નથી, તેઓ માત્ર જાહેર ઈવેન્ટ્સમાં જ સારી રજૂઆત કરતા જોવા મળે છે, પરંતુ એવું નથી. બી-ટાઉનમાં ઘણા એવા સ્ટાર્સ છે જે એકબીજાને બાળપણથી ઓળખે છે અને હજુ પણ મિત્રો છે. આજે અમે તમને બી ટાઉનના કેટલાક એવા સ્ટાર્સ વિશે જણાવવા જઈ રહ્યા છીએ, જેઓ ક્લાસમેટ રહી ચૂક્યા છે. આ સાથે તેની કારકિર્દી પર પણ નજર કરીએ.

Join Our WhatsApp Community

આ સમાચાર પણ વાંચો: Anupama Rupali Ganguly: અનુપમા માંથી અલીશા પરવીન ને હટાવવાના વિવાદ પર રૂપાલી ગાંગુલીએ તોડ્યું મૌન,પોતના પર લાગેલા આરોપ પર કહી આવી વાત

એકબીજા ના કલાસમેટ રહી ચુક્યા છે સ્ટાર્સ 

સલમાન ખાન-આમીર ખાન

સલમાન ખાન અને આમિર ખાને ‘અંદાજ અપના અપના’માં સાથે કામ કર્યું છે. આ ફિલ્મમાં બંનેને ખૂબ પસંદ કરવામાં આવ્યા હતા, પરંતુ બહુ ઓછા લોકો જાણે છે કે બંને સ્કૂલમાં સાથે હતા. જોકે, બંનેએ બીજા ધોરણ માં  જ સાથે અભ્યાસ કર્યો હતો. સલમાન ખાને 1988માં ‘બીવી હો તો ઐસી’થી ડેબ્યૂ કર્યું હતું અને આમિર ખાને 1984માં ‘હોળી’થી કરિયરની શરૂઆત કરી હતી. બંને સ્ટાર્સ આજે ઈન્ડસ્ટ્રીનું મોટું નામ છે.

કરણ જોહર – ટ્વિંકલ ખન્ના
કરણ જોહર અને ટ્વિંકલ ખન્ના પણ સાથે ભણ્યા છે. જ્યારે કરણ જોહરે દિગ્દર્શન સંભાળ્યું, ત્યારે ટ્વિંકલે અભિનયમાં પોતાનો હાથ અજમાવ્યો. જોકે, થોડા સમય પછી ટ્વિંકલે પોતાની જાતને ફિલ્મોથી દૂર કરી લીધી. તેણી એક લેખક છે. નોંધનીય છે કે કરણની પહેલી ફિલ્મ ‘કુછ કુછ હોતા હૈ’ 1998માં આવી હતી અને ટ્વિંકલે 1995માં ‘બરસાત’થી એક્ટિંગ ડેબ્યૂ કર્યું હતું.

શ્રદ્ધા કપૂર – ટાઈગર શ્રોફશ્રદ્ધા કપૂર અને ટાઈગર શ્રોફની જોડીને મોટા પડદા પર લોકોને ખૂબ પસંદ આવી છે. પરંતુ શું તમે જાણો છો કે બંને એક બીજાને સ્કૂલના સમયથી ઓળખે છે અને ક્લાસમેટ પણ રહી ચુક્યા છે. બંને મુંબઈની એક સ્કૂલમાં સાથે ભણ્યા હતા અને હજુ પણ ઘણા સારા મિત્રો છે. શ્રદ્ધા કપૂરે 2010માં ‘તીન પત્તી’થી પોતાના કરિયરની શરૂઆત કરી હતી, જે ફ્લોપ સાબિત થઈ હતી. આ પછી શ્રદ્ધાને ‘આશિકી 2’ થી ઓળખ મળી. તે જ સમયે, ટાઇગરે 2014માં ‘હીરોપંતી’થી બોલિવૂડમાં તેની સફર શરૂ કરી હતી.

રિતિક રોશન-ઉદય ચોપરા
રિતિક રોશન અને ઉદય ચોપરા બાળપણથી ખૂબ સારા મિત્રો છે. બંનેએ સાથે પ્રિ-પ્રાઈમરી કરી હતી. આ સાથે બંનેની કોલેજ પણ એક જ હતી. જ્યારે રિતિકે  2000માં ‘કહો ના પ્યાર હૈ’થી તેની કારકિર્દીની શરૂઆત કરી હતી, ત્યારે ઉદયે પણ તે જ વર્ષે ફિલ્મ ‘મોહબ્બતેં’ સાથે તેની શરૂઆત કરી હતી. જોકે, ઉદયની કારકિર્દી લાંબો સમય ટકી ન હતી અને તે પ્રોડક્શન તરફ આગળ વધ્યો હતો.

વરુણ ધવન-અર્જુન કપૂર
વરુણ ધવન અને અર્જુન કપૂર સ્કૂલ કે કૉલેજમાં સાથે ભણ્યા ન હતા પરંતુ તેઓ એક્ટિંગ સ્કૂલમાં સાથે હતા. આવી સ્થિતિમાં બંને વાસ્તવિક જીવનમાં ખૂબ જ નજીકના મિત્રો છે. અર્જુને તેની કારકિર્દીની શરૂઆત 2012માં ‘ઇશકઝાદે’ થી કરી હતી અને વરુણે તે જ વર્ષે કરણ જોહરની ‘સ્ટુડન્ટ ઑફ ધ યર’ સાથે ડેબ્યૂ કર્યું હતું.

Taarak Mehta Ka Ooltah Chashmah: શું તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં આવશે નવી દયાબેન?અસિત મોદીએ કરી આવી જાહેરાત
Malaika Arora: મલાઈકા અરોરા એ વેચ્યું તેનું મુંબઈ નું એપાર્ટમેન્ટ, અધધ આટલા કરોડમાં થયો સોદો
Amitabh Bachchan: અમિતાભ બચ્ચન ને મેગાસ્ટાર બનવા માટે ચૂકવવી પડી મોટી કિંમત, બિગ બી એ કર્યો જીવનના સૌથી મોટા અફસોસનો ખુલાસો
Pushpa 3 The Rampage: SIIMA એવોર્ડ્સમાં છવાઈ પુષ્પા 2, ફંક્શન માં સુકુમાર એ કરી મોટી જાહેરાત
Exit mobile version