Site icon

આ બોલિવૂડ સ્ટાર્સ જીવે છે વૈભવી જીવન, પોતાના પ્રાઈવેટ જેટ દ્વારા કરે છે મુસાફરી

bollywood celebs have private jets

 News Continuous Bureau | Mumbai

ઘણીવાર બોલિવૂડ સેલેબ્સની ( bollywood celebs  ) જીવનશૈલી જોવા જેવી હોય છે, પછી તે તેમના મોંઘા મકાનો અને બંગલા હોય કે પછી તેમના દ્વારા વિવિધ વસ્તુઓ અને વાહનો પાછળ ખર્ચવામાં આવતી રકમ હોય. ત્યાં સુધી કે ઘણા બોલિવૂડ સેલેબ્સ છે જેમની પાસે પોતાનું વિમાન એટલે કે પ્રાઈવેટ જેટ ( private jets ) છે અને ફિલ્મ સ્ટાર્સ ઘણીવાર તેનો ઉપયોગ શૂટિંગ, અન્ય કામ અથવા રજાઓ પર દેશની બહાર જવા માટે કરે છે. તો ચાલો જાણીયે કે ક્યાં સ્ટાર્સ પાસે છે પોતાનું પ્રાઇવેટ જેટ.( private jets ) 

Join Our WhatsApp Community

અમિતાભ બચ્ચન

બચ્ચન પરિવાર પાસે પણ પ્રાઈવેટ જેટ ( private jets )  છે. મેગા સ્ટાર અમિતાભ બચ્ચન ઘણીવાર પોતાના પ્રાઈવેટ જેટમાં મુસાફરી કરતા જોવા મળે છે. બચ્ચન પરિવાર જ્યારે વિદેશની રજાઓ પર જાય છે ત્યારે તે પોતાના પ્રાઈવેટ જેટનો ઉપયોગ કરે છે.

અક્ષય કુમાર

આ લિસ્ટમાં અક્ષય કુમાર નું નામ પણ સામેલ છે. વર્ષમાં ચારથી પાંચ ફિલ્મો કરનાર અક્ષય એટલો સમયનો પાબંદ છે કે તે પોતાના પરિવાર સાથે સમય પસાર કરવા માટે પણ સમય કાઢે છે. અક્ષય પરિવાર સાથે પ્રાઈવેટ જેટ માં ( private jets )  વેકેશન પર જાય છે. આ સાથે જ તે પોતાની ફિલ્મોના પ્રમોશન દરમિયાન પણ તે પોતાના પ્રવેટ જેટ નો ઉપયોગ કરે છે.

 શાહરૂખ ખાન

વર્ષ 2016માં શાહરૂખ ખાને એક ઈન્ટરવ્યુમાં મજાકમાં કહ્યું હતું કે ‘મારે પ્લેન ખરીદવું છે પણ મારી પાસે પૈસા નથી’. કિંગ ખાન પાસે પોતાનું એક પ્રાઈવેટ જેટ ( private jets ) પણ છે જે તેની કિંગ સાઈઝ લાઈફને દર્શાવે છે.

આ સમાચાર પણ વાંચો:  આખરે જિંદગીની જંગ હારી ગયા વિક્રમ ગોખલે, પુણેમાં લીધા અંતિમ શ્વાસ.. આજે આટલા વાગ્યે કરાશે અંતિમ સંસ્કાર

અજય દેવગણ

અજય દેવગન બોલિવૂડના એવા કલાકારોમાંથી એક છે જેને લક્ઝરી વાહનોનો ખૂબ શોખ છે. તેમના વાહનોના કલેક્શનમાં માસેરાટી ક્વાટ્રોપોર્ટ, BMW Z4 અને Audi A5 સ્પોર્ટબેકનો સમાવેશ થાય છે. અજય પાસે પોતાનું પ્રાઈવેટ જેટ ( private jets )  છે. રિપોર્ટ અનુસાર તેનું એરક્રાફ્ટ છ સીટર હોકર 800 છે.

શિલ્પા શેટ્ટી કુન્દ્રા

શિલ્પા શેટ્ટી કુંદ્રા અને તેના પતિ રાજ કુન્દ્રા વૈભવી જીવન જીવે છે. તેની પાસે વિશ્વના ઘણા ભાગોમાં પ્રોપર્ટી છે અને તેનું પોતાનું પ્રાઈવેટ જેટ ( private jets )  પણ છે.

આ સમાચાર પણ વાંચો:  કાસ્ટિંગ કાઉચ નો ભોગ બનતા બનતા રહી ગઈ નીના ગુપ્તા,અભિનેત્રી એ જણાવી પોતાની આપવીતિ

 પ્રિયંકા ચોપરા

બોલિવૂડથી લઈને હોલિવૂડ સુધી નામ કમાવનાર પ્રિયંકા ચોપરા પાસે પ્રાઈવેટ જેટ ( private jets )  છે. પ્રિયંકા અવારનવાર અમેરિકા અને ભારત વચ્ચે પ્રવાસ કરે છે. આવી સ્થિતિમાં તેની પાસે સમયની પણ અછત છે, તેથી પ્રાઈવેટ જેટ હોવાથી તે ઓછા સમયમાં ક્યાંય પણ પહોંચી શકે છે.

 સલમાન ખાન

‘બજરંગી ભાઈજાન’ અને ‘રાધે’ ફિલ્મ અભિનેતા સલમાન ખાન પણ વાસ્તવિક જીવનમાં એક પ્રાઈવેટ જેટનો ( private jets )  માલિક છે અને ઘણીવાર તેમાં મુસાફરી પણ કરે છે.

Archana Puran Singh: અર્ચના પુરણ સિંહ ગંભીર બીમારીનો શિકાર, પુત્રએ સોશિયલ મીડિયા પર શેર કરી ભાવુક પોસ્ટ
Cheekatilo Trailer Released: શોભિતા ધુલીપાલાનો નવો ખતરનાક અંદાજ! ‘ચીકાટિલો’ માં પોડકાસ્ટર બની ઉકેલશે સીરીયલ કિલરના રહસ્ય, જુઓ હૃદયના ધબકારા વધારતું ટ્રેલર
Indian Idol 3 Winner Prashant Tamang Passes Away: પહાડોનો અવાજ શાંત થયો! પ્રશાંત તમાંગના નિધનથી દેશભરમાં શોક, પત્નીએ ખોલ્યું સિંગરના અચાનક વિદાયનું રહસ્ય
Toxic: યશની ‘ટોક્સિક’ ના ટીઝરથી મચ્યો હંગામો! બોલ્ડ સીન્સ જોઈ મહિલાઓ લાલઘૂમ, પોલીસ સ્ટેશન સુધી પહોંચ્યો મામલો
Exit mobile version