News Continuous Bureau | Mumbai
PM Modi On Operation Sindoor: 22 એપ્રિલે કાશ્મીરના પહલગામમાં આતંકવાદીઓએ પર્યટકો પર હુમલો કર્યો. આ હુમલામાં 26 નિર્દોષ લોકોના જીવ ગયા. આ પછી ભારત તરફથી પાકિસ્તાનમાં ઓપરેશન સિંદૂર હેઠળ કાર્યવાહી કરવામાં આવી. આ કાર્યવાહી પછી પીએમ મોદીએ દેશને પ્રથમ વખત સંબોધન કર્યું. તેમણે કહ્યું ‘પાકિસ્તાની ફોજ, પાકિસ્તાનની સરકાર જે રીતે આતંકવાદને ખાણી -પાણી આપી રહી છે, તે એક દિવસ પાકિસ્તાનને જ સમાપ્ત કરી દેશે. સર્જિકલ સ્ટ્રાઈક અને એર સ્ટ્રાઈક પછી હવે ઓપરેશન સિંદૂર આતંકના વિરુદ્ધ ભારતની નીતિ છે.’
આ સમાચાર પણ વાંચો: Operation sindoor: ‘શર્મ કરો યાર યુદ્ધ ચાલી રહ્યું છે’… ભારત પાકિસ્તાન ના તણાવ વચ્ચે ‘ઓપરેશન સિંદૂર’ ફિલ્મની જાહેરાત પર રોષે ભરાયેલા લોકો એ આપી આવી પ્રતિક્રિયા
પીએમ મોદીના સંબોધન પર સેલેબ્સની પ્રતિક્રિયા
અભિનેતા સુનીલ શેટ્ટીએ ‘ઓપરેશન સિંદૂર’ પર પીએમ મોદીના રાષ્ટ્રના નામ સંબોધન પર ન્યૂઝ એજન્સી સાથે વાતચીતમાં કહ્યું”આપણે હંમેશા એ જ એકતા બતાવવી જોઈએ જે આપણે બતાવી છે. આપણો ઉત્સાહ ઊંચો છે. જ્યારે આપણે એકતામાં નથી હોતા, ત્યારે આપણે નબળા પડી જઈએ છીએ. આપણે એકતામાં રહેવું પડશે.”
#WATCH | Wardha, Maharashtra | On PM Modi’s address to the nation on #OperationSindoor, actor Suniel Shetty says, “…We should always show the same unity that we have shown…Our spirits are high… When we are not united, we become weak… We have to remain united…” pic.twitter.com/F43EOQ9tuv
— ANI (@ANI) May 12, 2025
પીએમ મોદીના સંબોધન પછી આમિર ખાને પોતાના પ્રોડક્શન હાઉસના માધ્યમથી લખ્યું છે ‘ઓપરેશન સિંદૂરના હીરોને સલામી. અમે અમારા સશસ્ત્ર દળોના સાહસ, બહાદુરી અને અમારા રાષ્ટ્રની સુરક્ષા માટેની અડગ પ્રતિબદ્ધતા માટે તેમના પ્રત્યે હાર્દિક આભાર વ્યક્ત કરીએ છીએ. પ્રધાનમંત્રીના નેતૃત્વ અને સંકલ્પ માટે આભાર.’
— Aamir Khan Productions (@AKPPL_Official) May 12, 2025
અભિનેત્રી રૂપાલી ગાંગુલીએ પીએમ મોદીના સંબોધન પર કહ્યું કે ‘પાકિસ્તાન આખી દુનિયા પાસેથી મદદની ભીખ માંગી રહ્યું હતું.’ ભારતીય સશસ્ત્ર દળો, તમે ખૂબ સારું કામ કર્યું છે. પીએમ મોદીજી, અમને તમારા પર ગર્વ છે.’
“Pakistan was begging for help from all over the world.” Well Done #IndianArmedForces
We are proud of you #Modi Ji#pmmodi #Modiji #PrimeMinister pic.twitter.com/LRkiMCsSdL
— Rupali Ganguly (@TheRupali) May 12, 2025
આ ઉપરાંત, કંગના રનૌત, નૂપુર સેનન જેવી ઘણી હસ્તીઓએ પીએમ મોદી ના ભાષણ પર પ્રતિક્રિયા આપી છે.
(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)