Site icon

બોલીવૂડ ડ્રગ્સ કનેક્શન: 50 સેલેબ્સ, પ્રોડ્યુસર – ડાયરેક્ટર NCB ની રડાર પર

ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો

મુંબઈ

Join Our WhatsApp Community

24 સપ્ટેમ્બર 2020

સુશાંતના મોત મામલા સાથે જોડાયેલા કેસની તપાસ જેમ જેમ આગળ વધી રહી છે, તેમ તેમ ફિલ્મ સ્ટાર્સના નામ સામે આવી રહ્યાં છે. સુશાંત કેસની ડ્રગ્સ એંગલથી તપાસ કરતી એજન્સી એનસીબીની પૂછપરછમાં રિયા ચક્રવર્તી, ડ્રગ પેડલર્સ વગેરે સાથે સંકળાયેલા લોકોએ બોલીવુડના ઘણા મોટા નામ જાહેર કર્યા છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે મુંબઇના કોલાબામાં એનસીબીના ગેસ્ટ હાઉસમાં દીપિકા પાદુકોણ, સિમોન અને રકુલ પ્રીત પાસેથી પ્રશ્નો પૂછવામાં આવશે. સારા અલી ખાન અને શ્રદ્ધા કપૂરની એનસીબીની ઝોનલ ઓફિસમાં પૂછપરછ કરવામાં આવશે. 

 

સૂત્રો પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર હાલમાં એનસીબીના રડાર પર બોલિવૂડના 50 સેલેબ્સ છે. જેમાં ઘણા મોટા કલાકારો અને નિર્માતા-દિગ્દર્શકોનો સમાવેશ થાય છે. આમાં, ઘણી બી-ગ્રેડ ફિલ્મો સાથે સંકળાયેલા લોકો પણ છે. એનસીબીના સૂત્રોનું કહેવું છે કે બોલિવૂડમાં ડ્રગ્સનું મોટું નેટવર્ક છે અને આ સંખ્યા 50 કરતા વધારે હોઈ શકે છે. 

નોંધપાત્ર વાત છે કે તાજેતરમાં એનસીબીએ બે એફઆઈઆર નોંધી હતી, જેના આધારે કામ ઝડપી ગતિએ કરવામાં આવી રહ્યું છે. આ એફઆઈઆરમાંથી એક સુશાંત સિંહ રાજપૂત સાથે સંકળાયેલ ડ્રગ્સ એંગલ વિશે છે. આ કેસમાં રિયા ચક્રવર્તી, તેના ભાઈ શૌવિક ચક્રવર્તી, સેમ્યુઅલ મીરાંડા સહિત એક ડઝન લોકોની ધરપકડ કરવામાં આવી છે. તે જ સમયે, બીજી એફઆઈઆર બોલિવૂડના ડ્રગ્સ કનેક્શનને લઈને કરવામાં આવી છે. તેમાં સારા અલી ખાન અને શ્રદ્ધા કપૂર, દીપિકા પાદુકોણ, રકુલપ્રીત સિંહ સહિત અન્ય હસ્તીઓના નામ પણ શામેલ છે.

Sanjay Kapur Property Dispute: સંજય કપૂરની ત્રીજી પત્ની પ્રિયા સચદેવે સુપ્રીમ કોર્ટમાં કરી અરજી; કરિશ્મા કપૂરના છૂટાછેડાના દસ્તાવેજોની માંગણી પાછળનું શું છે કારણ?
Border 2 Trailer: બોર્ડર 2’ નું ટ્રેલર રિલીઝ: સની દેઓલના દમદાર ડાયલોગ્સે જીત્યા દિલ, દેશભક્તિના રંગમાં રંગાયા ફેન્સ
Dhurandhar AI Reimagined: બોલીવુડના ‘ધુરંધર’ સ્ટાર્સના AI અવતાર! અમિતાભ અને વિનોદ ખન્નાનો નવો લુક જોઈને સોશિયલ મીડિયા પર ખળભળાટ
Hrithik Roshan: ખરાબ મૂડને કહો બાય-બાય! ગ્રીક ગોડ હૃતિક રોશને જણાવ્યો મનને ખુશ રાખવાનો સૌથી સરળ રસ્તો, પોસ્ટ થઇ વાયરલ
Exit mobile version