Ahmedabad Plane Crash: અમદાવાદ પ્લેન ક્રેશ પર ત્રણેય ખાને વ્યક્ત કર્યું દુઃખ, શાહરુખ, સલમાન અને આમિર ખાન એ પોસ્ટ માં કહી આવી વાત

Ahmedabad Plane Crash: અમદાવાદ પ્લેન ક્રેશ પર બોલીવૂડના ત્રેણય ખાન શાહરુખ ખાન, સલમાન ખાન અને આમિર ખાને સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને દુઃખ વ્યક્ત કર્યું અને પીડિત પરિવારો માટે પ્રાર્થના કરી છે.

by Zalak Parikh
Bollywood Khans Mourn Ahmedabad Plane Crash Tragedy

News Continuous Bureau | Mumbai

Ahmedabad Plane Crash: અમદાવાદમાં થયેલા ભયાનક પ્લેન ક્રેશ બાદ સમગ્ર દેશ શોકમગ્ન છે. બોલીવૂડ ના ત્રણ સુપરસ્ટાર — શાહરુખ ખાન, સલમાન ખાન અને આમિર ખાને આ દુઃખદ ઘટનાને લઈને સોશિયલ મીડિયા પર પોતાની સંવેદનાઓ વ્યક્ત કરી છે. ત્રણેયે પીડિત પરિવારો માટે દુઃખ વ્યક્ત કરતાં પ્રાર્થના કરી છે કે ભગવાન તેમને આ દુઃખ સહન કરવાની શક્તિ આપે.

આ સમાચાર પણ વાંચો : Vicky Kaushal YRF: શું ખરેખર યશરાજ ફિલ્મ્સની જાસૂસી દુનિયામાં વિકી કૌશલની થઇ એન્ટ્રી? જાણો શું છે હકીકત

શાહરુખ ખાને કહ્યું: “હાદસાની ખબર સાંભળી તૂટી ગયો છું”

શાહરુખ ખાને એક્સ (X) પર પોસ્ટ કરીને લખ્યું કે, “અમદાવાદમાં થયેલા હાદસાની ખબર સાંભળી તૂટી ગયો છું. પીડિતો, તેમના પરિવારજનો અને તમામ અસરગ્રસ્તો માટે મારી પ્રાર્થના.” શાહરુખની આ સંવેદના સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહી છે.


સલમાન ખાને ઇન્સ્ટાગ્રામ સ્ટોરી પર લખ્યું કે, “અમદાવાદ પ્લેન ક્રેશ વિશે સાંભળી ખૂબ દુઃખ થયું. મુસાફરો, ક્રૂ અને તમામ અસરગ્રસ્ત લોકોના પરિવારજનો માટે પ્રાર્થના.” તેમના આ સંદેશે લાખો લોકોના દિલને સ્પર્શ કર્યો છે

આમિર ખાને પણ ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરીને લખ્યું કે, “આજના દુઃખદ પ્લેન ક્રેશથી અમે ખૂબ દુઃખી છીએ. આ ભારે નુકસાનીની ઘડીમાં, અમારી સંવેદનાઓ પીડિત પરિવારો સાથે છે. અમે આ વિનાશક ઘટનાથી અસરગ્રસ્ત વ્યક્તિઓ, સમુદાયો અને રિસ્પોન્ડર્સ (Responders) સાથે એકતામાં ઊભા છીએ.”


શાહરુખ, સલમાન અને આમિર ની આ પોસ્ટ સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહી છે. 

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

You Might Be Interested In

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More