ફિલ્મ ઇન્ડસ્ટ્રી માં ફૂલ્યો-ફાલ્યો છે પુસ્તકો પર થી ફિલ્મ બનાવવાનો ટ્રેન્ડ-જાણો કયા ઓથર ની બુક પર થી કઈ ફિલ્મો બની ચુકી છે જે રહી છે સુપરહિટ

by Dr. Mayur Parikh

News Continuous Bureau | Mumbai

ભારતીય ફિલ્મ મેકર્સ ખ્યાતનામ લેખકોની બૂક્સ(Novels) પર અનેક ફિલ્મો બનાવી ચૂક્યા છે અને પુસ્તકો પરથી બનેલી મોટાભાગની ફિલ્મો બોક્સ ઓફિસ(box office) પર સફળ રહી છે. આ ટ્રેન્ડની શરૂઆત બેસ્ટ સેલર લેખક હુસૈન ઝૈદીના પુસ્તક ‘બ્લેક ફ્રાઈડેઃ ધ ટ્રૂ સ્ટોરી ઑફ ધ બોમ્બે બોમ્બ બ્લાસ્ટ્‌સ’ પરથી બે દાયકા અગાઉ બનેલી ફિલ્મ ‘બ્લેક ફ્રાઈડે’થી થઈ હતી અને આજે પણ આ ફિલ્મ ક્રિટીક્સના લિસ્ટમાં (critics list)ટોપ પર છે.આ સાથે જ, યંગસ્ટર્સના ફેવરેટ એવા ચેતન ભગત ઉપરાંત, હરિન્દર સિક્કા, સચિન કુંડલકર, અનુજા ચૌહાણ જેવા લેખકોના વિવિધ વિષયો પર લખાયેલ પુસ્તકો (books)પર ફિલ્મો બની ચૂકી છે. 

આજના યંગસ્ટર્સ  ડિજિટલ ટેક્નોલોજી(digital technology) તરફ વળ્યા છે અને ધીરે-ધીરે પુસ્તકોથી દૂર થઈ રહ્યા છે. સારા અને ઈન્ટરેસ્ટિંગ સબ્જેક્ટ(interesting subject) પર લખાયેલ પુસ્તકોને પોતાની શૈલીમાં મોટા પડદે રજૂ કરવા માટે ફિલ્મ મેકર્સ હંમેશા ઉત્સુક હોય છે. લેખકો અને ડિરેક્ટર્સ આવા પુસ્તકો લઈને પ્રોડ્યુસર્સ (producers)પાસે પહોંચે છે અને તેમને પુસ્તક પરથી ફિલ્મ બનાવવા માટે મનાવે છે. એક ફિલ્મના મેકિંગ અને તેની રિલીઝ ઉપરાંત, પુસ્તકના રાઈટ્‌સ(book rights) ખરીદવા માટે લેખકોને કરોડો રૂપિયા ચૂકવવામાં આવે છે અને પ્રોડ્યુસર્સ પણ હસી ખુશીથી કરોડો રૂપિયા ચૂકવી પુસ્તકની સ્ટોરી પર ફિલ્મ બનાવે છે. 

આ સમાચાર પણ વાંચો : લાલ સિંહ ચઢ્ઢા પછી આમિરને બીજો ફટકો- હવે આ ફિલ્મ પડતી મુકાઈ

બોલિવૂડ ફિલ્મોની વાત કરીએ તો, આલિયાની લાસ્ટ રિલીઝ ફિલ્મ ‘ગંગુબાઈ કાઠિયાવાડી’ (Mumbai mafia queens) પરથી તૈયાર થઈ હતી. આ ઉપરાંત, ‘ધ એક્સિડેન્ટલ પ્રાઈમ મિનિસ્ટર’, ‘પોનીયિન સેલવાન’, ‘રાઝી’ (calling sehmat) જેવી ફિલ્મો પુસ્તકના સ્ક્રિન રૂપાંતરણના બેસ્ટ ઉદાહરણ છે. ચેતન ભગતની નોવેલ પરથી  ‘૨ સ્ટેટ્‌સઃ ધ સ્ટોરી ઓફ માય મેરેજ’ (2 states), ‘૩ મિસ્ટેક્સ ઓફ માય લાઈફ’ (Kai po chhe!), ‘ફાઈવ પોઈન્ટ સમવન’ જેવી ફિલ્મોએ ઓડિયન્સને એન્ટરટેઈન કર્યા છે અને આ ફિલ્મો બોક્સ ઓફિસ પર સફળ રહી હતી. આ ઉપરાંત,  ૩ ઈડિયટ્‌સ, ‘હાફ ગર્લફ્રેન્ડ’, ‘શૂટઆઉટ એટ વડાલા’,  ‘દેવદાસ’, ‘પરિણીતા’, ‘પીંજારા’, ‘ ધ ઝોયા ફેક્ટર’  જેવી ખ્યાતનામ ફિલ્મો પાછળ સફળ લેખકના સફળ પુસ્તકો જ છે.

Join Our WhatsApp Community

You may also like

Leave a Comment