News Continuous Bureau | Mumbai
બોલિવૂડ સ્ટાર્સની(bollywood stars) સાથે તેમના બાળકો પણ ખૂબ ચર્ચામાં રહે છે. કેટલાકની તસવીરો આવતાની સાથે જ સોશિયલ મીડિયા(social media) પર વાયરલ થઈ જાય છે તો કેટલાક પોતાના નિવેદનોને કારણે ચર્ચામાં આવે છે. આજે આ અહેવાલમાં તે સ્ટાર્સ સ્ટારકિડ્સ(star kids) વિશે જણાવવા જઈ રહ્યા છીએ. જે તેના નાના ભાઈ કરતા ઘણા મોટા છે. કેટલાક વચ્ચે 22 વર્ષનું અંતર છે, જ્યારે કેટલાક ખૂબ મોટા છે. આ લિસ્ટમાં આલિયા ભટ્ટ-પૂજા ભટ્ટથી લઈને શાહરૂખ ખાનના બાળકોના નામ સામેલ છે.
શાહિદ કપૂર અને ઈશાન ખટ્ટરઃ

આ લિસ્ટમાં બોલિવૂડ સ્ટાર્સ શાહિદ કપૂર અને ઈશાન ખટ્ટરનું(Shahid Kapoor and Ishaan Khatter) નામ પણ સામેલ છે. શાહિદ કપૂર પંકજ કપૂર અને નીલિમા અઝીમનો પુત્ર છે. નીલિમા અઝીમે રાજેશ ખટ્ટર સાથે બીજા લગ્ન કર્યા અને બંનેને એક પુત્ર ઈશાન ખટ્ટર છે. શાહિદ કપૂર ઈશાન કરતા 15 વર્ષ મોટો છે.
આર્યન ખાન અને અબરામઃ

બોલિવૂડ સુપરસ્ટાર શાહરૂખ ખાન (Shahrukh Khan)અને ગૌરી ખાનને ત્રણ બાળકો છે. જેમના નામ આર્યન ખાન, સુહાના ખાન અને અબરામ છે. શાહરૂખ ખાનનો મોટો આર્યન ખાન તેના નાના પુત્ર અબરામ કરતા 16 વર્ષ મોટો છે.
સારા અલી ખાન અને તૈમૂરઃ

સૈફ અલી ખાન ખાને બે લગ્ન કર્યા છે. તેણે પહેલા લગ્ન અમૃતા સિંહ(Amrita singh) સાથે કર્યા હતા અને બંનેને બે બાળકો સારા અલી ખાન અને ઈબ્રાહિમ અલી ખાન છે. સૈફ અલી ખાને કરીના કપૂર સાથે બીજા લગ્ન કર્યા છે અને બંનેને તૈમુર અને જેહ નામના બે બાળકો છે. સારા અલી ખાન અને તૈમુર વચ્ચે ઉંમરમાં 21 વર્ષનું અંતર છે.
ત્રિશાલા દત્ત અને શાહરાન- ઇકરાઃ

બોલિવૂડના સ્ટાર એક્ટર સંજય દત્તના (Sanjay Dutt children)બાળકોની ઉંમરમાં ઘણું અંતર છે. ત્રિશાલા દત્ત શાહરાન અને ઇકરા કરતા 22 વર્ષ મોટી છે. જાણકારી માટે તમને જણાવી દઈએ કે સંજય દત્તે બે નહિ પરંતુ ત્રણ લગ્ન કર્યા છે.
સની દેઓલ અને એશા દેઓલઃ

બોલિવૂડ સુપરસ્ટાર ધર્મેન્દ્રએ(Dharmendra) બે લગ્ન કર્યા છે. તેમની પ્રથમ પત્ની પ્રકાશ કૌરને ચાર બાળકો સની, બોબી, વિજીતા અને અજિતા છે. અભિનેતા અને તેની બીજી હેમા માલિનીને બે પુત્રીઓ એશા અને આહાના છે. સની દેઓલ એશા કરતા 25 વર્ષ મોટો છે.
પૂજા ભટ્ટ અને આલિયા ભટ્ટઃ

પૂજા ભટ્ટ અને આલિયા ભટ્ટ બોલિવૂડના પ્રખ્યાત ફિલ્મ સર્જક મહેશ ભટ્ટની(Mahesh Bhatt daughter) દીકરીઓ છે. તમને જણાવી દઈએ કે પૂજા ભટ્ટ મહેશ ભટ્ટ અને કિરણ ભટ્ટની દીકરી છે. અને આલિયા ભટ્ટ મહેશ ભટ્ટ અને સોની રાઝદાનની પુત્રી છે. પૂજા ભટ્ટ આલિયા ભટ્ટ કરતા 21 વર્ષ મોટી છે.
આ સમાચાર પણ વાંચો : રણવીર સિંહ થી લઇ ને અભિષેક બચ્ચન સુધી બોલિવૂડ ના આ પતિઓ રાખે છે પોતાની પત્નીઓ માટે કરવા ચોથ નું વ્રત