ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 26 ઑક્ટોબર, 2021
મંગળવાર
આપણે ઘણી વાર બૉલિવુડ ઇન્ડસ્ટ્રીમાં જોયું છે કે તેમનાં બાળકો પણ તેમના પિતાની જેમ સફળ અભિનેતા બનવા માગે છે. આજે આ રિપૉર્ટમાં અમે એવા સુપરસ્ટાર્સની દીકરીઓ વિશે જણાવવા જઈ રહ્યા છીએ જેમણે ક્યારેય ઍક્ટિંગનું સપનું પણ નહોતું જોયું અથવા એમ કહીએ કે તે બધાંને ઍક્ટિંગથી નફરત છે.
આહાના દેઓલ
બૉલિવુડ અભિનેતા ધર્મેન્દ્ર અને હેમા દેઓલની નાની પુત્રી આહાના દેઓલ બી-ટાઉનની ચમકથી દૂર રહે છે. તેને અભિનયમાં પણ કોઈ રસ નથી.
અલવીરા ખાન અને અર્પિતા ખાન
બૉલિવુડના પ્રખ્યાત લેખક સલીમ ખાનની દીકરીઓએ પણ અભિનયની દુનિયામાં કરિયર બનાવવામાં કોઈ રસ દાખવ્યો ન હતો.
કૃષ્ણા શ્રોફ
જૅકી શ્રોફની પુત્રી કૃષ્ણા શ્રોફને પણ અભિનયમાં રસ નથી. કૃષ્ણા પોતાની ફિટનેસ અને બોલ્ડ તસવીરોથી ફેન્સમાં હંમેશાં ધૂમ મચાવતી હોય છે.
પ્રિયા દત્ત અને નમ્રતા દત્ત
સુનીલ દત્ત અને નરગિસની દીકરીઓ પ્રિયા દત્ત અને નમ્રતા દત્તને પણ ઍક્ટિંગમાં રસ નથી.
રિયા કપૂર
અનિલ કપૂરની દીકરી રિયા કપૂરનાં તાજેતરમાં લગ્ન થયાં છે. રિયાને અભિનયની દુનિયામાં આવવામાં રસ નથી.
રિદ્ધિમા કપૂર સાહની
સ્વર્ગીય અભિનેતા ઋષિ કપૂર અને તેના સમયની પ્રખ્યાત અભિનેત્રી નિતુ સિંહની પુત્રી રિદ્ધિમા કપૂર સાહની પણ અભિનયની દુનિયાથી દૂર રહે છે.
સાચી કુમાર અને સિયા કુમાર
કુમાર ગૌરવની દીકરીઓ સાચી કુમાર અને સિયા કુમાર પણ બૉલિવુડની લાઇમલાઇટથી દૂર રહે છે.
શ્વેતા બચ્ચન નંદા
બૉલિવુડના મેગાસ્ટાર અમિતાભ બચ્ચન અને પીઢ અભિનેત્રી જયાની પુત્રી શ્વેતાને અભિનયમાં રસ નથી. જ્યારે તેનો ભાઈ અભિષેક બૉલિવુડ અભિનેતા છે.
ત્રિશાલા દત્ત
સંજય દત્તની પુત્રી ત્રિશાલા દત્ત વિદેશમાં રહે છે. ત્રિશાલા સોશિયલ મીડિયા પર સક્રિય છે, પરંતુ તેને તેના પિતાની જેમ બૉલિવુડમાં ઍક્ટિંગ કરવાનો કોઈ શોખ નથી.