ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 30 જુલાઈ, 2021
શુક્રવાર
ટીવી સિરિયલના 29મા સપ્તાહનું TRP લિસ્ટ સામે આવી ગયું છે. બ્રૉડકાસ્ટ ઑડિયન્સ રિસર્ચ કાઉન્સિલ (BARC)એ TRP લિસ્ટ બહાર પાડી દીધું છે. TRPમાં કઈ સિરિયલ સૌથી આગળ છે અને કઈ સિરિયલ Top 5માંથી બહાર નીકળી ગઈ છે એ આના દ્વારા જાણ થાય છે. આનાથી ખબર પડે છે કે કયો શો દર્શકોને સૌથી વધુ પસંદ છે. તો આવો જાણીએ Top 5 શો, જે શોએ TRP લિસ્ટમાં બાજી મારી છે.
દર વખતની જેમ ‘અનુપમા’એ TRP લિસ્ટમાં નંબર વન આવીને બાજી મારી છે. આ સપ્તાહે પણ રૂપાલી ગાંગુલીએ પોતાના અભિનયથી દર્શકોને બાંધી દીધા છે. છેલ્લાં કેટલાંક સપ્તાહોથી આ શો નંબર વન રહેતો આવ્યો છે.
‘અનુપમા’ની જેમ જ ‘ગુમ હૈ કિસી કે પ્યાર મેં’ સિરિયલે પણ બીજા નંબર પર પોતાનું સ્થાન જાળવી રાખ્યું છે. સાઈ, પાખી, અને વિરાટની જુગલબંધી દર્શકોને ખૂબ પસંદ આવી રહી છે.
TRP લિસ્ટમાં આ વખતે ત્રીજું સ્થાન ‘ઈમલી’ને મળ્યું છે. સ્ટાર પ્લસની સિરિયલ ‘ઈમલી’ની વાર્તામાં નવો વળાંક આવશે. શોમાં ઈમલી, આદિત્ય અને માલિનીની સ્ટોરી લવ સ્ટોરી દર્શકોને જકડી રાખે છે.
સિંગિંગ રિયાલિટી શો ‘ઇન્ડિયન આઇડલ’ની ૧૨મી સિઝન અત્યાર સુધીની સૌથી વિવાદિત સિઝન રહી છે, પરંતુ આને પણ દર્શકોએ ખૂબ પસંદ કરી છે. શો તેના ફિનાલે નજીક પહોંચી ગયો છે. આ શો TRP લિસ્ટમાં ચોથા સ્થાને છે.
શરગુન કૌર લુથરા અને અબરાર કાજી સ્ટારર શો ‘યે હૈ ચાહતેં’ પાંચમા નંબર પર છે. શોમાં બતાવવામાં આવી રહેલી વાર્તા દર્શકોનું દિલ બહેલાવી રહી છે.