ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો
મુંબઈ
07 ઓક્ટોબર 2020
ડ્રગ્સ કેસમાં ધરપકડ કરાયેલી બોલિવૂડ અભિનેત્રી રિયા ચક્રવર્તીને મોટી રાહત મળી છે. બોમ્બે હાઈકોર્ટે રિયાને શરતો સાથે જામીન આપી દીધા છે. આ મામલા રિયા ચક્રવર્તીની અરજી પર સુનાવણી કરતા હાઇકોર્ટે ત્રણમાંથી માત્ર એક એટલે કે રિયાને જ જામીન આપ્યા છે. બાકીનાને આ મામલે હાલ કોઇ જામીન આપવામાં આવ્યા નથી. ડ્રગ્સ કેસમાં રિયાનો ભાઇ શૌવિક ચક્રવર્તી, અબ્દુલ બાસિત પરિહાર, દીપેશ સાવંત અને સેમ્યૂઅલ મિરાંડાની જામીન અરજીને કોર્ટે ફગાવી દીધી છે.
ઉલ્લેખનીય છે કે સુશાંત સિંહ રાજપૂતની મોત અને તેની સાથે જોડાયેલા ડ્રગ્સ કેસમાં રિયા ચક્રવર્તીની ધરપકડ કરવામાં આવી હતી. બોમ્બે હાઇકોર્ટે આજે રિયાની જામીન અરજી પર સુનાવણી કરી હતી. અને મંગળવારે જ સેશન કોર્ટે અભિનેત્રીની ન્યાયિક કસ્ટડી 14 દિવસ માટે વધારી હતી. જો કે હવે જામીન મળ્યા પછી લગભગ 1 મહિના પછી રિયા જેલની બહાર પગ મૂકશે. ત્યાં જ રિયાના ભાઇ શોવિક ચક્રવર્તીને જામીન નથી મળ્યા તેને હજી પણ જેલમાં જ રહેવું પડશે…