News Continuous Bureau | Mumbai
Boney kapoor on sridevi: હિન્દી સિનેમાની પ્રથમ સુપરસ્ટાર અને પીઢ અભિનેત્રી શ્રીદેવી ના મૃત્યુ ની ગુત્થી આજ સુધી સુલઝી નથી. 2018 માં, દુબઈમાં એક લગ્ન સમારંભમાં શ્રીદેવીનું અચાનક અવસાન થયું. શ્રીદેવીનો મૃતદેહ બાથરૂમના બાથટબમાંથી મળી આવ્યો હતો. અભિનેત્રી ના આકસ્મિક અવસાનથી સૌ કોઈને આઘાત લાગ્યો હતો. પરિવાર માટે તે મોટો આઘાત હતો.આ ઘટનાએ સૌને ચોંકાવી દીધા હતા. જો કે, પ્રારંભિક અહેવાલમાં કહેવામાં આવ્યું હતું કે શ્રીદેવીનું મૃત્યુ વધુ પડતું દારૂ પીવાને કારણે થયું હતું. તેના પતિ બોની કપૂર પર પણ અભિનેત્રીની હત્યાનો આરોપ હતો. હવે પહેલીવાર બોની કપૂરે શ્રીદેવીના મૃત્યુના કારણો વિશે વાત કરી છે. મીડિયા ને આપેલા ઈન્ટરવ્યુમાં બોની કપૂરે ઘણા રહસ્યો જાહેર કર્યા છે.
બોની કપૂર ની પણ થઇ હતી પૂછતાછ
શ્રીદેવીના નિધન પર બોની કપૂરે એ પણ જણાવ્યું કે કેવી રીતે શ્રીદેવીના મૃત્યુના આરોપોએ તેમને પરેશાન કર્યા હતા. ભારતીય મીડિયાના દબાણને કારણે તેને લાઇ ડિટેક્ટર ટેસ્ટનો પણ સામનો કરવો પડ્યો હતો. તેણે કહ્યું કે તેની 24 થી 48 કલાક સુધી પૂછપરછ કરવામાં આવી અને તેણે પોતાની નિર્દોષતાનો બચાવ કરવાનું ચાલુ રાખ્યું. તેથી, તેણે પછીથી આ બાબતે મૌન રહેવાનું શ્રેષ્ઠ માન્યું. જે રિપોર્ટ્સ આવ્યા તેમાં સ્પષ્ટપણે કહેવામાં આવ્યું છે કે તે આકસ્મિક હતું.
નિધન ના સમયે ડાયેટ પર હતી શ્રીદેવી
બોની કપૂરે કહ્યું કે શ્રીદેવીનું મૃત્યુ નેચરલ નહોતું, આ એક અકસ્માત હતો જે ખૂબ જ દુર્ભાગ્યપૂર્ણ અને દુઃખદ હતો. આ અકસ્માતથી અમે અને અમારા પરિવારને આઘાત લાગ્યો હતો, પરંતુ અમે જાણતા હતા કે શ્રીદેવી પોતાને લઇ ને ખૂબ જ કડક હતી. તે પોતાના લુક, શેપ અને ફિટનેસને લઈને ખૂબ જ કડક હતી જેના કારણે તેણે પોતાના ભોજનમાં મીઠું પણ નહોતી ખાતી. જ્યારથી તેણે મારી સાથે લગ્ન કર્યા છે ત્યારથી તે ઘણી વખત બેહોશ થઈ જતી હતી. ડોકટરો સતત કહેતા હતા કે તેમને લો બ્લડ પ્રેશરની સમસ્યા છે.બોની કપૂરે ખુલાસો કર્યો હતો કે મૃત્યુ સમયે પણ શ્રીદેવી ડાયટ પર હતી. તે આગળ કહે છે, ‘તે ઘણીવાર ભૂખી રહેતી હતી. તેણી સારી દેખાવા માંગતી હતી. તેણીએ સુનિશ્ચિત કર્યું કે તે સારી સ્થિતિમાં રહે જેથી તે સ્ક્રીન પર સારી દેખાય.
આ સમાચાર પણ વાંચો : Parineeti chopra: રાઘવ ના પ્રેમ માં ડૂબેલી જોવા મળી પરિણીતી ચોપરા, અભિનેત્રી એ શેર કરી તેના લગ્ન ની ખાસ પળ, જુઓ વિડીયો
આ સિવાય બોની કપૂરે સાઉથ એક્ટર નાગાર્જુન સાથે જોડાયેલી એક ઘટના પણ જણાવી હતી. તેણે કહ્યું કે શ્રીદેવીના નિધન બાદ અભિનેતા નાગાર્જુન અમારા ઘરે આવ્યો હતો. તેણે શ્રીદેવી સાથેના શૂટિંગ સાથે જોડાયેલી એક ઘટના જણાવી. એક શૂટિંગ દરમિયાન તે બાથરૂમમાં અચાનક બેભાન થઈને પડી ગઈ અને તેનો એક દાંત તૂટી ગયો. આ અકસ્માત એટલા માટે થયો કારણ કે તે ખૂબ જ કડક ડાયટ પર હતી.