News Continuous Bureau | Mumbai
સની દેઓલના ફેન્સ જેની વર્ષોથી રાહ જોઈ રહ્યા હતા તે ફિલ્મ ‘બોર્ડર 2’ હવે માત્ર બે દિવસમાં સિનેમાઘરોમાં દસ્તક આપવા જઈ રહી છે. ફિલ્મની રિલીઝ પહેલા જ તેનો પહેલો રિવ્યુ સામે આવ્યો છે, જે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. સેન્સર બોર્ડના સ્ક્રીનિંગ દરમિયાન ફિલ્મના કેટલાક સીન્સ એટલા ભાવુક હતા કે ત્યાં હાજર સભ્યો પણ પોતાની જાતને રડતા રોકી શક્યા નહોતા.અનુરાગ સિંહના નિર્દેશનમાં બનેલી આ ફિલ્મમાં સની દેઓલની સાથે વરુણ ધવન, દિલજીત દોસાંજ અને અહાન શેટ્ટી જેવા કલાકારો મુખ્ય ભૂમિકામાં છે. એડવાન્સ બુકિંગના મામલે પણ આ ફિલ્મે અનેક રેકોર્ડ તોડી નાખ્યા છે, જે દર્શાવે છે કે લોકોમાં આ ફિલ્મ પ્રત્યે કેટલો ક્રેઝ છે.
આ સમાચાર પણ વાંચો : Success Story: ચોકીદારથી કરોડોના ટ્રેનર સુધીની સફર! અંબાણી પરિવારને ફિટ રાખતા વિનોદની સંઘર્ષગાથા; જાણો કેવી રીતે બદલાયું નસીબ
પુત્રના અંતિમ સંસ્કારનો સીન સૌથી ભાવુક
સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા રિવ્યુ મુજબ, ફિલ્મનો સૌથી હૃદયસ્પર્શી સીન ત્યારે આવે છે જ્યારે સની દેઓલનું પાત્ર પોતાના શહીદ પુત્રના અંતિમ સંસ્કાર કરે છે. એક પિતા તરીકેની લાચારી અને એક સૈનિક તરીકેનો ગર્વ – આ બંને લાગણીઓને સની દેઓલે ખૂબ જ સુંદર રીતે પડદા પર ઉતારી છે. સેન્સર બોર્ડના સભ્યો પણ આ સીન જોઈને ધ્રુસકે ને ધ્રુસકે રડી પડ્યા હતા.
The scene where people wept in the censor screening of #Border2 was when Sunny Deol’s character performed the last rites of his martyred son in the movie. High on emotions that will make any father cry. Even though Army families are emotionally strong, they’re humans after all. pic.twitter.com/4cUk1BsnfL
— Abhishek (@vicharabhio) January 20, 2026
સેન્સર સ્ક્રીનિંગના ફીડબેક મુજબ, સની દેઓલે ‘બોર્ડર 2’ માં મેજર જનરલ અને મહાવીર ચક્ર વિજેતા એચ.એસ. ક્લેરના રોલ સાથે 100% ન્યાય કર્યો છે. તેમનો સિંહ જેવો રુઆબ અને દમદાર ડાયલોગ ડિલિવરી આખી ફિલ્મમાં આકર્ષણનું કેન્દ્ર રહેશે. વરુણ ધવન અને દિલજીત દોસાંજના પાત્રો પણ વાર્તાને મજબૂતી આપે છે.બોર્ડર 2’ 23 જાન્યુઆરી 2026 ના રોજ રિલીઝ થઈ રહી છે. પ્રજાસત્તાક દિવસના લોન્ગ વીકેન્ડનો ફિલ્મને મોટો ફાયદો મળી શકે છે. ભૂષણ કુમાર અને જે.પી. દત્તા દ્વારા પ્રોડ્યુસ કરવામાં આવેલી આ ફિલ્મ બોક્સ ઓફિસ પર કમાણીના નવા રેકોર્ડ સર્જે તેવી પૂરેપૂરી શક્યતા છે.
(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)
