Site icon

Border 2: ‘બોર્ડર ૨’નું ટીઝર રિલીઝ: ‘ઘર કબ આઓગે’ ગીતે જૂની યાદો તાજી કરી; સોનુ નિગમ અને અરિજીત સિંહના અવાજે ચાહકોને કર્યા ભાવુક.

Border 2: સની દેઓલ અને દિલજીત દોસાંજ સ્ટારર ફિલ્મનું આઈકોનિક ગીત નવા અવતારમાં; જેસલમેરના લોંગેવાલા ખાતે ૨ જાન્યુઆરીએ થશે ભવ્ય લોન્ચિંગ

Border 2: 'Ghar Kab Aaoge' song teaser out; Sonu Nigam and Arijit Singh’s soulful voices to recreate the magic on Jan 2

Border 2: 'Ghar Kab Aaoge' song teaser out; Sonu Nigam and Arijit Singh’s soulful voices to recreate the magic on Jan 2

News Continuous Bureau | Mumbai

Border 2: સની દેઓલ, દિલજીત દોસાંજ, વરુણ ધવન અને અહાન શેટ્ટી સ્ટારર મોસ્ટ અવેટેડ ફિલ્મ ‘બોર્ડર ૨’ ના મેકર્સે  દેશભક્તિના સૌથી લોકપ્રિય ગીત ‘ઘર કબ આઓગે’નું ટીઝર રિલીઝ કર્યું છે. આ ગીતના નવા વર્ઝનને મનોજ મુન્તશિર શુક્લાએ લખ્યું છે અને મિથુને તેને સંગીતબદ્ધ કર્યું છે. ટીઝર સામે આવતા જ સોશિયલ મીડિયા પર ચાહકો ઈમોશનલ થઈ ગયા છે. આ ગીતમાં મૂળ ‘બોર્ડર’ ફિલ્મની એ જ આઈકોનિક ધૂનનો ઉપયોગ કરવામાં આવ્યો છે જે સાંભળતા જ રૂંવાડા ઉભા કરી દે છે.

Join Our WhatsApp Community

આ સમાચાર પણ વાંચો : Salman Khan 60th Birthday Bash: સલમાન ખાન ના જન્મદિવસ પર પનવેલ ફાર્મહાઉસ પર જામી સિતારાઓની મહેફિલ; ધોની-સંજૂ બાબાની એન્ટ્રીએ લૂંટી લીધી લાઈમલાઈટ

ચાર દિગ્ગજ ગાયકોનો સંગમ

આ વખતે ગીતમાં ચાર મજબૂત અવાજો સાંભળવા મળશે. સોનુ નિગમ ની સાથે અરિજીત સિંહ, વિશાલ મિશ્રા અને દિલજીત દોસાંજ ના સુરીલા અવાજે ગીતમાં નવા પ્રાણ ફૂંક્યા છે. અગાઉ આ ગીત રૂપ કુમાર રાઠોડ અને સોનુ નિગમે ગાયું હતું. ચાહકોનું કહેવું છે કે સોનુ નિગમ આ ગીતનો આત્મા છે અને અરિજીત સાથેની તેમની જોડી કંઈક ખાસ કમાલ કરશે.આ આખું ગીત ૨ જાન્યુઆરી ૨૦૨૬ ના રોજ રાજસ્થાનના જેસલમેરના લોંગેવાલા-તનોટ પાસે એક ભવ્ય કાર્યક્રમમાં લોન્ચ કરવામાં આવશે. મેકર્સ માને છે કે આ ગીત વગર સરહદ પર તૈનાત સૈનિકોની રાહ અને તેમની લાગણીઓને દર્શાવવી અશક્ય છે. લોંગેવાલા એ જ ઐતિહાસિક સ્થળ છે જ્યાં ૧૯૭૧નું યુદ્ધ લડાયું હતું, જેના પર આ ફિલ્મ આધારિત છે.


દેશભક્તિ અને ઈમોશન્સથી ભરપૂર આ ફિલ્મ ૨૩ જાન્યુઆરી ૨૦૨૬ ના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થશે. જે રીતે ૧૯૯૭ની ‘બોર્ડર’માં માતૃપ્રેમ અને પરિવારથી દૂર રહેવાનું દર્દ બતાવવામાં આવ્યું હતું, તે જ ભાવના ફરી એકવાર મોટા પડદે નવા અંદાજમાં જોવા મળશે.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

O Romeo Box Office Day 3: શાહિદ અને તૃપ્તિની ફ્રેશ જોડીએ મચાવી ધૂમ! ‘ઓ રોમિયો’ એ રાણી મુખર્જીની ‘મર્દાની 3’ ને પણ પાછળ છોડી; જાણો પહેલા વીકેન્ડનું કલેક્શન
Ranveer Singh Dhurandhar OTT : નેટફ્લિક્સ પર ‘ધુરંધર’ નો વર્લ્ડ રેકોર્ડ, ૧૧ દેશોમાં ટોપ ટ્રેન્ડિંગમાં રહી રણવીર સિંહે રચ્યો નવો કીર્તિમાન
Rehman Dakait Casting: અક્ષય ખન્ના નહીં પણ આ સુપરસ્ટાર બનવાનો હતો ‘રહેમાન ડકૈત’! જાણો શું છે હકીકત
Yash Toxic Release Postponed: ટોક્સિક VS ધુરંધર 2: શું ટળી જશે બોક્સ ઓફિસ પરનો આ મહાસંગ્રામ? જાણો કેમ યશની ફિલ્મ પોસ્ટપોન થવાની છે પૂરેપૂરી શક્યતા
Exit mobile version