News Continuous Bureau | Mumbai
Border 2 OTT Release: બોલિવૂડ એક્શન સ્ટાર સની દેઓલ જ્યારે પણ મોટા પડદા પર આવે છે, ત્યારે બોક્સ ઓફિસ પર ધડાકો થાય છે. વર્ષ 1997ની આઇકોનિક ફિલ્મ ‘બોર્ડર’ ની સિક્વલ ‘બોર્ડર 2’એ આ વર્ષની શરૂઆતમાં સિનેમાઘરોમાં ભારે ધૂમ મચાવી હતી. 23 જાન્યુઆરીએ રિલીઝ થયેલી આ ફિલ્મે દર્શકોના દિલ જીતી લીધા હતા. હવે, થિયેટરોમાં રિલીઝના લગભગ બે મહિના બાદ આ ફિલ્મ ઓટીટી પ્લેટફોર્મ પર રિલીઝ થવા માટે તૈયાર છે.અનુરાગ સિંહના નિર્દેશનમાં બનેલી આ ફિલ્મમાં સની દેઓલની સાથે વરુણ ધવન, દિલજીત દોસાંજ અને અહાન શેટ્ટી પણ મહત્વની ભૂમિકામાં છે. ફિલ્મમાં તમામ કલાકારોના કામની ખૂબ પ્રશંસા કરવામાં આવી છે. જો તમે સિનેમાઘરોમાં આ ફિલ્મ જોવાનું ચૂકી ગયા હોવ, તો હવે તમે ટૂંક સમયમાં તેને તમારા મોબાઈલ કે ટીવી પર જોઈ શકશો.
આ સમાચાર પણ વાંચો : Maamla Legal Hai Season 2 Trailer Out:રવિ કિશનની કોર્ટમાં કુશા કપિલાની એન્ટ્રી! ‘મામલા લીગલ હૈ 2’ નું મજેદાર ટ્રેલર રિલીઝ; જાણો ક્યારથી શરૂ થશે અતરંગી કેસની સુનાવણી
ક્યારે અને કયા પ્લેટફોર્મ પર રિલીઝ થશે ‘બોર્ડર 2’?
‘બોર્ડર 2’ ની OTT રિલીઝ ડેટ ફાઈનલ થઈ ગઈ છે. આ ફિલ્મ આગામી 20 માર્ચ થી પ્રખ્યાત OTT પ્લેટફોર્મ નેટફ્લિક્સ (Netflix) પર સ્ટ્રીમ થશે. બોક્સ ઓફિસ પર શાનદાર પ્રદર્શન કર્યા બાદ હવે મેકર્સને આશા છે કે ડિજિટલ પ્લેટફોર્મ પર પણ આ ફિલ્મ રેકોર્ડ તોડશે. જેપી દત્તા, નિધિ દત્તા અને ભૂષણ કુમાર દ્વારા પ્રોડ્યુસ કરવામાં આવેલી આ ફિલ્મે વિશ્વભરમાં અંદાજે 449.65 કરોડની કમાણી કરી છે.
View this post on Instagram
‘બોર્ડર’ ના પહેલા ભાગને જેપી દત્તાએ ડાયરેક્ટ કર્યો હતો અને તે બ્લોકબસ્ટર સાબિત થઈ હતી. તેની સિક્વલમાં પણ દેશભક્તિ અને એક્શનનો એવો જ તડકો લગાવવામાં આવ્યો છે. વરુણ ધવન અને દિલજીત દોસાંજની એન્ટ્રીએ યુવા પેઢીમાં પણ ફિલ્મ પ્રત્યે ક્રેઝ જગાડ્યો હતો. હવે 20 માર્ચથી નેટફ્લિક્સ પર આ ફિલ્મ સ્ટ્રીમ થતા જ યુદ્ધ આધારિત ફિલ્મોના શોખીનો માટે મોટી ભેટ મળશે.
(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)