Dhurandhar 2 Box Office Collection: બાહુબલી પરાસ્ત અને પુષ્પા-KGF પણ પાછળ: 3000 કરોડની કમાણી સાથે ‘ધુરંધર’ બની ભારતની સૌથી મોટી ફિલ્મ ફ્રેન્ચાઈઝી, તોડ્યા તમામ રેકોર્ડ્સ!

Dhurandhar 2 Box Office Collection: રણવીર સિંહ અને આદિત્ય ધરની જોડીએ રચ્યો ઈતિહાસ; સાઉથની બ્લોકબસ્ટર ફિલ્મોના રેકોર્ડ તોડી હિન્દી સિનેમાએ વિશ્વભરમાં જમાવી ધાક.

by Zalak Parikh
Box Office Revolution: Ranveer Singh’s 'Dhurandhar' franchise creates history, crosses 3000 crore mark globally

News Continuous Bureau | Mumbai

Dhurandhar 2 Box Office Collection: સુપરસ્ટાર રણવીર સિંહની ફિલ્મ ‘ધુરંધર 2’ એ કમાણીના મામલે ભારત સહિત સમગ્ર વિશ્વમાં ગભરાટ ફેલાવી દીધો છે. આ ફિલ્મે કલેક્શનના એવા આંકડા હાંસલ કર્યા છે જે ભારતીય સિનેમાના છેલ્લા 100 વર્ષના ઈતિહાસમાં કોઈ પણ ફિલ્મ કરી શકી નથી. ‘ધુરંધર’ ફ્રેન્ચાઈઝીએ હવે સાઉથની ત્રણ સૌથી સફળ ફ્રેન્ચાઈઝી – બાહુબલી, પુષ્પા અને KGF ને કમાણીમાં પાછળ છોડી દીધી છે.

આ સમાચાર પણ વાંચો : Hai Jawani Toh Ishq Hona Hai Teaser:’હૈ જવાની તો ઇશ્ક હોના હૈ’માં વરુણ ધવનનો રોમેન્ટિક અંદાજ, મૃણાલ-પૂજા સાથેની કેમિસ્ટ્રીએ મચાવી ધૂમ

સાઉથની ફિલ્મો પર ભારે પડી ‘ધુરંધર’ ની જોડી

 નિર્દેશક આદિત્ય ધરની આ ફ્રેન્ચાઈઝીના બંને ભાગોએ બોક્સ ઓફિસ પર ધૂઆંધાર બિઝનેસ કર્યો છે. રિપોર્ટ્સ અનુસાર, ‘ધુરંધર’ અને ‘ધુરંધર 2: ધ રિવન્જ’ નું કુલ વર્લ્ડવાઈડ કલેક્શન 3090.25 કરોડ પર પહોંચી ગયું છે. જેમાં પ્રથમ ભાગે 1350.83 કરોડ અને બીજા ભાગે 1739.42 કરોડની કમાણી કરી છે. આ સાથે જ ‘ધુરંધર 2’ વિશ્વભરમાં સૌથી વધુ કલેક્શન કરનારી એકમાત્ર ભારતીય ફિલ્મ બની ગઈ છે.

 

View this post on Instagram

 

A post shared by Rupees (@rupees)


 

 ભારતીય સિનેમાની મોટી ફ્રેન્ચાઈઝીના કુલ કલેક્શન પર નજર કરીએ તો ‘ધુરંધર’ સૌથી ટોચ પર છે.ધુરંધર ફ્રેન્ચાઈઝી: 3090.25 કરોડ,બાહુબલી ફ્રેન્ચાઈઝી: 2438 કરોડ,પુષ્પા ફ્રેન્ચાઈઝી: 2160 કરોડ,KGF ફ્રેન્ચાઈઝી: 1450 કરોડ.આ આંકડા સાબિત કરે છે કે રણવીર સિંહની આ એક્શન ડ્રામા ફિલ્મે બોક્સ ઓફિસ પર એક અનોખો કીર્તિમાન સ્થાપિત કર્યો છે. રિલીઝના 27 દિવસ વીતી ગયા હોવા છતાં ‘ધુરંધર 2’ નો ક્રેઝ ઓછો થયો નથી. ફિલ્મ અત્યારે 1800 કરોડના આંકડાની નજીક છે અને ટૂંક સમયમાં જ 2000 કરોડનો ઐતિહાસિક આંકડો પાર કરે તેવી પૂરી શક્યતા છે. રણવીર સિંહના પર્ફોર્મન્સ અને આદિત્ય ધરના નિર્દેશનને કારણે આ ફિલ્મ લાંબા સમય સુધી લોકોના મગજ પર રાજ કરશે તે નક્કી છે.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

You Might Be Interested In
Join Our WhatsApp Channel

About News Continues

News Continuous is created to spread authentic, accurate and correct news across platforms. This news venture is managed by experienced journalists. Drop an email for collaborations.

Newsletter

Subscribe to our Newsletter to get the latest news updates.

To explore your career & collaborate with us pls write to us on following email id info@newscontinuous.com

@2023 – All Right Reserved. 

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More