News Continuous Bureau | Mumbai
80ના દાયકામાં માત્ર રામાનંદ સાગરની ‘રામાયણ’ જ નહીં પરંતુ બીઆર ચોપરાની ‘મહાભારત’ પણ ખૂબ ફેમસ થઈ હતી. એ જમાનામાં ‘મહાભારત’નો જાદુ લોકો પર છવાયેલો હતો. બીઆર ચોપરાની ‘મહાભારત’ તો હિટ રહી હતી, પરંતુ આ સિરિયલમાં પોતાના અભિનયનો જાદુ ફેલાવનારા કલાકારો પણ પ્રખ્યાત થયા હતા. જો કે, એક કલાકાર એવો હતો જેને આ સીરિયલ પછી લોકોની નફરતનો સામનો કરવો પડ્યો હતો. આ કલાકારનું નામ હતું ગોગા કપૂર.
લોકો પૂછતાં હતા ગોગા કપૂર ને આ પ્રશ્ન
બીઆર ચોપરાની ‘મહાભારત’માં ગોગા કપૂરે કંસનું પાત્ર ભજવ્યું હતું. ગોગા એ કંસના પાત્રમાં એટલો પ્રાણ ફૂંક્યો હતો કે લોકો તેને ખરેખર કંસ માનવા લાગ્યા હતા. ગોગા જ્યારે પણ ક્યાંક જતો ત્યારે લોકો તેને જુલમી, જુલમી અને ખબર નહીં શું કહેતા.અને લોકો તેને નફરત ની નજર થી જોતા હતા, આટલું જ નહીં, ગોગા કપૂરે એક ઈન્ટરવ્યુમાં કહ્યું હતું કે લોકો તેને રોકતા હતા અને એક જ સવાલ પૂછતા હતા, ‘તમે તમારી બહેન દેવકી સાથે આવું કેમ કર્યું? તેં તારી બહેન દેવકીને કેમ ત્રાસ આપ્યો?
ગોગા કપૂરે આ ફિલ્મ માં કર્યું હતું કામ
તમને જણાવી દઈએ કે, ગોગા કપૂરે ઘણી ફિલ્મોમાં વિલનની ભૂમિકા ભજવી હતી. પરંતુ, લોકો તેને હંમેશા કંસ તરીકે યાદ કરે છે. તેણે ડાકૂ શૈતાન સિંહથી લઈને દિનકર રાવ અને ડોન સુધીના ઘણા પાત્રો ભજવ્યા, પરંતુ ગોગા કપૂરે વિલન બનીને લોકોના દિલમાં જે છાપ છોડી, તેનાથી વધુ તેને કંસની ભૂમિકામાં ઊંડી છાપ છોડી.