News Continuous Bureau | Mumbai
બીઆર ચોપરાની ‘મહાભારત’ને કોઈ ભૂલી શકતું નથી અને તેની ચર્ચા છોડી શકતું નથી. હકીકતમાં, સીરિયલ ‘મહાભારત’ વર્ષ 1988માં ટેલિકાસ્ટ કરવામાં આવી હતી. પરંતુ, 33 વર્ષ પછી પણ તેનો ઉલ્લેખ થતો રહે છે. તમને જણાવી દઈએ કે, કરોડોના બજેટમાં તૈયાર થયેલી ‘મહાભારત’માં સેંકડો કલાકારોએ કામ કર્યું હતું. જોકે, સવાલ એ ઊભો થાય છે કે આ કલાકારોમાંથી બીઆર ચોપરાએ કોને સૌથી વધુ ફી ચૂકવી? ચાલો જાણીએ.
દરેક કલાકારને મળી હતી આટલી ફી
અહેવાલોમાં એવું કહેવામાં આવ્યું છે કે બીઆર ચોપરાએ તેમના કોઈપણ કલાકારો સાથે ભેદભાવ કર્યો નથી. બીઆર ચોપરા તે સમયે ‘મહાભારત’ના તમામ કલાકારોને સમાન રકમ આપતા હતા જેથી કોઈના મનમાં અભિમાન ન આવે.એક ન્યૂઝ પોર્ટલ ના અહેવાલ મુજબ, ‘મહાભારત’ના તમામ કલાકારોને પ્રતિ એપિસોડ 3,000 રૂપિયા મળતા હતા. તમને જણાવી દઈએ કે, ‘મહાભારત’ના કુલ 94 એપિસોડ પ્રસારિત થયા હતા.એવું પણ કહેવાય છે કે કેટલાક લોકોએ બીઆર ચોપરા માટે મફતમાં કામ કર્યું હતું. વાસ્તવમાં, ફાઇટ સીન માટે એક્સ્ટ્રા કલાકારોએ બીઆર ચોપરા પાસેથી એક પૈસો પણ લીધો ન હતો. તેમણે મફતમાં કામ કર્યું. એવું બનતું હતું કે જ્યારે યુદ્ધના દ્રશ્યો શૂટ કરવામાં આવતા હતા ત્યારે સ્થાનિક લોકોની ભીડ શૂટિંગ જોવા પહોંચી જતી હતી. એ ભીડમાંથી ઘણા લોકો મફતમાં ‘મહાભારત’ માટે કામ કરતા હતા.
આટલું હતું મહાભારત ના એક એપિસોડ નું બજેટ
એક ન્યૂઝ પોર્ટલને આપેલા ઈન્ટરવ્યુમાં ‘મહાભારત’નું નિર્દેશન કરનાર રવિ ચોપરાની પત્ની રેણુએ કહ્યું, ‘મહાભારતના એક એપિસોડનું કુલ બજેટ 6 લાખ રૂપિયા હતું. ક્યારેક છ લાખ રૂપિયા પણ ઓછા પડતા. આવી સ્થિતિમાં રવિ ખૂબ જ ટેન્શનમાં રહેતો હતો, પરંતુ બીઆર ચોપરા હંમેશા તેને આશ્વાસન આપતા હતા કે બજેટની ચિંતા ન કરો.