Site icon

બ્રહ્માસ્ત્ર નો ડિરેક્ટર અયાન મુખર્જી છે દિગ્ગજ ગાયક કિશોર કુમારનો સંબંધી -કાજોલ અને રાની નો છે તે પિતરાઈ ભાઈ- વારસામાં મળી છે ફિલ્મો બનાવવાની ક્ષમતા-જાણો તેના ફેમિલી બેકગ્રાઉન્ડ વિશે

News Continuous Bureau | Mumbai

રણબીર કપૂર આલિયા ભટ્ટ અભિનીત ફિલ્મ ‘બ્રહ્માસ્ત્ર’ (Brahmastra)9 સપ્ટેમ્બરે સિનેમા ઘરો માં રિલીઝ થઇ રહી છે. આ ફિલ્મ નું નિર્દેશન અયાન મુખર્જીએ(Ayan Mukherji) કર્યું છે. આ ફિલ્મને લઈને ચાહકો ખૂબ જ ઉત્સાહિત છે. ‘બ્રહ્માસ્ત્ર’ એક ટ્રાયોલોજી ફિલ્મ(trilogy film) છે જેનો પહેલો ભાગ ટૂંક સમયમાં રિલીઝ થવા જઈ રહ્યો છે. મોટાભાગના લોકો ફિલ્મ વિશે જાણે છે. આજે અમે તમને ફિલ્મના ડિરેક્ટર અયાન મુખર્જી વિશે જણાવી રહ્યા છીએ.

Join Our WhatsApp Community

અયાન મુખર્જી એવા દિગ્દર્શકોમાંથી એક છે જેમણે બહુ ઓછા સમયમાં પોતાની ઓળખ બનાવી છે. અયાને અત્યાર સુધી માત્ર બે જ ફિલ્મોનું નિર્દેશન(direction) કર્યું છે. તેની બંને ફિલ્મો બોક્સ ઓફિસ પર હિટ (hit)રહી હતી. અયાન બંગાળી ઈન્ડસ્ટ્રીમાં(Bengali industry) ખૂબ જ મોટા પરિવારમાંથી આવે છે.અયાન બંગાળી અભિનેતા દેબ મુખર્જીનો(Deb Mukherji) પુત્ર છે. તેમના દાદા સાશાધર મુખર્જી બંગાળી ફિલ્મોના મોટા નિર્માતા હતા.તેમણે  'દિલ દેખે દેખો', ​​'લવ ઇન શિમલા', ‘એક મુસાફિર એક હસીના’ અને’ લીડર’ જેવી હિન્દી ફિલ્મોનું નિર્માણ કર્યું છે. અયાન મુખર્જીની દાદી સતી દેવી મુખર્જી(Sati Devi mukherji) અશોક કુમાર, અનુપ કુમાર અને ગાયક કિશોર કુમારની બહેન(sister) હતી. અયાનનો આખો પરિવાર ફિલ્મ ઈન્ડસ્ટ્રી(film industry) સાથે જોડાયેલો છે.આ ઉપરાંત કાજોલ, રાની મુખર્જી અને અયાન મુખર્જી કઝિન્સ(cousins) છે. વાસ્તવમાં, આ ત્રણેયના પિતા એકબીજાના પિતરાઈ ભાઈઓ(cousin brother) છે. સામાન્ય રીતે લોકો કાજોલ અને રાની વિશે જાણે છે, પરંતુ આ બંને સાથે અયાનના સંબંધ વિશે બહુ ઓછા લોકો જાણે છે.

આ સમાચાર પણ વાંચો : કિશોર કુમારનો બંગલો પાંચ વર્ષ માટે વિરાટ કોહલીને સોંપાયો-લીઝ પર ઘર લઈને ક્રિકેટર શરૂ કરવા જઈ રહ્યો છે આ કામ

અયાને પોતાની કારકિર્દીની શરૂઆત આશુતોષ ગોવારીકરની ફિલ્મ ‘સ્વદેશ’(Swades) માં આસિસ્ટન્ટ ડાયરેક્ટર તરીકે કરી હતી. અયાને ‘વેક અપ સિડ’ ની પટકથા લખી અને તેને ડિરેક્ટ પણ કરી હતી. આ સિવાય તેણે ‘યે જવાની હૈ દીવાની’નું(Yeh jawani hai diwani) નિર્દેશન પણ કર્યું હતું. આ બંને ફિલ્મો બોક્સ ઓફિસ પર હિટ રહી હતી. આ બંને ફિલ્મોમાં અયાનનો બેસ્ટ ફ્રેન્ડ(best friend) અને એક્ટર રણબીર કપૂર લીડ રોલમાં હતો.અયાન તેના ડ્રીમ પ્રોજેક્ટ ‘બ્રહ્માસ્ત્ર’ને લઈને ખૂબ જ ઉત્સાહિત છે. અયાનની ફિલ્મ ‘બ્રહ્માસ્ત્ર’ની વાર્તા હથિયારો(vapons) પર આધારિત છે. આ ફિલ્મ વિવિધ હથિયારોની શક્તિઓ વિશે જણાવે છે. આ ફિલ્મમાં અમિતાભ બચ્ચન, મૌની રોય, નાગાર્જુન અક્કીનેની મુખ્ય ભૂમિકામાં છે. રિપોર્ટ્સ અનુસાર આ ફિલ્મમાં શાહરૂખ ખાન અને દીપિકા પાદુકોણ પણ કેમિયો રોલમાં જોવા મળશે.

Amitabh Bachchan: ઐશ્વર્યા રાયનું સાહસ,દીકરી આરાધ્યાના જન્મ સમયે પેઇનકિલર ન લેવાનો નિર્ણય, અમિતાભ બચ્ચને ગણાવી ‘હિંમતવાન માતા’.
Madhuri Dixit: ઉદયપુરની ગ્રાન્ડ વેડિંગમાં છવાઈ માધુરી દીક્ષિત, કર્યો ‘ડોલા રે ડોલા’ અને ‘ચોલી કે પીછે’ પર ડાન્સ, વિડીયો થયો વાયરલ
Shahrukh khan: શાહરુખ ખાને વૈશ્વિક મંચ પર ૨૬/૧૧ અને પહલગામના વીરોને યાદ કર્યા, દર્શકો થયા પ્રભાવિત
Mahavatar Narsimha: ભારતીય સિનેમા માટે ગર્વની ક્ષણ,’મહાવતાર નરસિમ્હા’ ઓસ્કર ૨૦૨૬ની રેસમાં સામેલ, આટલી ફિલ્મો સાથે થશે ટક્કર!
Exit mobile version