News Continuous Bureau | Mumbai
અયાન મુખર્જીના નિર્દેશનમાં બનેલી પૌરાણિક આધારિત ફિલ્મ 'બ્રહ્માસ્ત્ર'નું ટ્રેલર(Brahmastra trailer release) રિલીઝ થઈ ગયું છે. અમિતાભ બચ્ચનના અવાજ (Amitabh Bachchan voice)અને રણબીર કપૂરની ઝલક સાથે શરૂ થયેલું ટ્રેલર, મહાબલી અને તેના હાથમાં રહેલા સર્વશક્તિમાન શસ્ત્રને શોધવાની વાર્તા કહે છે. અયાન મુખર્જી દ્વારા નિર્દેશિત આ ફિલ્મ પ્રેમ, રોમાન્સ, થ્રિલર અને સસ્પેન્સથી ભરપૂર છે. જેમાં શસ્ત્રોના દેવતા 'બ્રહ્માસ્ત્ર'ની શક્તિઓને સાકાર કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે.
આલિયા ભટ્ટ અને રણબીર કપૂર ઉપરાંત,(Ranbir-Alia) આ ફિલ્મના ટ્રેલરમાં સદીના મેગાસ્ટાર અમિતાભ બચ્ચન, દક્ષિણના સુપરસ્ટાર નાગાર્જુન(south superstar Nagarjun) અને જાણીતી અભિનેત્રી મૌની રોયની ઝલક જોવા મળે છે. ટ્રેલર જોઈને અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે 'બ્રહ્માસ્ત્ર'માં રણબીર કપૂર અને આલિયા ભટ્ટના પાત્રોની વાર્તા પ્રેમથી લઈને બ્રહ્માસ્ત્ર પર યુદ્ધ (Brahmastra war) સુધી જોવા મળશે.
આ સમાચાર પણ વાંચો : સંજય લીલા ભણસાલીની હીરામંડી માં જોવા મળશે બોલિવૂડ ની આ દિગ્ગ્જ અભિનેત્રી- એક્ટ્રેસ માટે નિર્દેશકે લખ્યો ખાસ રોલ
ફિલ્મના તમામ પાત્રોએ શાનદાર કામ કર્યું છે. હાલમાં જ રણબીર કપૂરનો એક વીડિયો વાયરલ થયો છે જેમાં તે કહેતો જોવા મળી રહ્યો છે કે તેણે આ ફિલ્મમાં લોહી, પરસેવો, સમય, હૃદય, આત્મા, લીવર, કિડની બધું જ આપ્યું છે. આ ફિલ્મનું શૂટિંગ(film shooting) 2017માં શરૂ થયું હતું અને લગભગ 5 વર્ષ બાદ આ ફિલ્મ સિનેમાઘરોમાં રિલીઝ થવા જઈ રહી છે. આ ફિલ્મ આ વર્ષે 9 સપ્ટેમ્બરે સિનેમાઘરોમાં રિલીઝ(theater release) થશે. આવી સ્થિતિમાં હવે રણબીર અને આલિયાની ફિલ્મ ‘KGF 2’ અને ‘RRR’ને ટક્કર આપી શકશે કે કેમ તે જોવું ખૂબ જ રસપ્રદ રહેશે.