ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 14 ઑક્ટોબર, 2021
ગુરુવાર
મુંબઈ ક્રૂઝ ડ્રગ્સ પાર્ટી કેસમાં શાહરૂખ ખાનના પુત્ર આર્યન ખાનને દશેરા આ વખતે જેલમાં જ મનાવવા પડશે.
આજે મુંબઈ સેશન્સ કોર્ટમાં તેમની જામીન અરજી પર સુનાવણી થઈ હતી. પરંતુ કોર્ટે આજે આર્યન ખાન ને જામીન આપ્યા નથી.
જામીન અરજી પરનો નિર્ણય 20 ઓક્ટોબર સુધી અનામત રાખવામાં આવ્યો છે.
અગાઉ મેજિસ્ટ્રેટ કોર્ટે ડ્રગ્સ કેસમાં આર્યન ખાન, મુનમુન ધામેચા અને અર્બાઝ મર્ચન્ટને જામીન આપવા ઈન્કાર કરી દીધો હતો.
ઉલ્લેખનીય છે કે એનસીબીએ 2 ઓક્ટોબરના રોજ આર્યન ખાન અને અન્ય આરોપીઓની અટકાયત કરી હતી અને પૂછપરછ બાદ તેમની ધરપકડ કરી હતી. આર્યન હાલમાં આર્થર રોડ જેલમાં છે.
