News Continuous Bureau | Mumbai
સાઠ અને સિત્તેરના દાયકાના હોલીવુડના સૌથી સ્ટાઇલિશ એક્શન કિંગ બ્રુસ લી નું ( Bruce Lee ) 20 જુલાઈ, 1973ના રોજ અચાનક અવસાન ( death ) થયું. ત્યાર બાદ દાવો કરવામાં આવ્યો હતો કે પેઈનકિલર દવાઓના કારણે તેનું મૃત્યુ થયું હતું. એવું કહેવામાં આવ્યું હતું કે દવા લેવાથી બ્રુસ લીના મગજમાં સોજો આવી ગયો હતો, જેના કારણે તેણે જીવ ગુમાવ્યો હતો. પરંતુ 49 વર્ષ બાદ બ્રુસ લીના મૃત્યુની નવી થિયરીએ બધાને સ્તબ્ધ કરી દીધા છે. નવા સંશોધન મુજબ બ્રુસ લીનું મૃત્યુ પેઈનકિલર દવાને કારણે નહીં પરંતુ પાણીના ઓવરડોઝને ( drinking water ) કારણે થયું હતું.
વૈજ્ઞાનિકોના નવીનતમ સંશોધન મુજબ, બ્રુસ લીનું ( Bruce Lee ) મૃત્યુ ( death ) હાયપોનેટ્રેમિયાના કારણે થયું હતું. આવું ત્યારે થાય છે જ્યારે લોહીમાં સોડિયમનું પ્રમાણ ખૂબ ઓછું થઈ જાય. અચાનક સોડિયમની ઉણપ ત્યારે જ થાય છે જ્યારે શરીરમાં પાણીની ( water ) માત્રા જરૂર કરતાં વધુ થઈ જાય. તેના કારણે સોડિયમ પાણીમાં ભળે છે અને મગજના કોષો ફૂલી જાય છે. લેટેસ્ટ રિસર્ચ સામે આવ્યા બાદ હવે સવાલ એ ઊભો થાય છે કે શું ખરેખર બ્રુસ લીનું મૃત્યુ માત્ર વધારે પાણીના કારણે થયું હતું કે પછી તેની પાછળ કોઈ અન્ય કારણ હોઈ શકે છે.રિસર્ચમાં વધુમાં એવું પણ કહેવામાં આવ્યું છે કે બ્રુસ લી લિક્વિડ ડાયટ વધારે માત્રામાં લેતા હતા. અને આ પણ તેના મૃત્યુનું મોટું કારણ હોઈ શકે છે. સતત પ્રવાહી આહાર પર રહેવાથી હાયપોનેટ્રેમિયાનું જોખમ પણ વધે છે. આવી સ્થિતિમાં વ્યક્તિને વધુ તરસ લાગે છે. રિપોર્ટ અનુસાર, બની શકે છે કે બ્રુસ લી ગાંજા અને આલ્કોહોલની સાથે લિક્વિડ ડાયટ પણ લેતા હોય. આ કારણે, કિડની યોગ્ય રીતે કામ કરી શકતી નથી અને તેની ફિલ્ટરિંગ ક્ષમતા ઘટી જાય છે.
આ સમાચાર પણ વાંચો: શું ખરેખર વરિષ્ઠ અભિનેતા વિક્રમ ગોખલે નું મૃત્યુ થયું છે? અભિનેતાની દીકરી એ જણાવી હકીકત
બ્રુસ લીના ( Bruce Lee ) મૃત્યુ બાદ તેમની પત્ની લિન્ડા લી કેડવેલે તેમના લિક્વિડ ડાયટ વિશે માહિતી આપી હતી. વૈજ્ઞાનિકોનું કહેવું છે કે જ્યારે બ્રુસ લીનું અવસાન થયું ત્યારે તેની કિડનીને નુકસાન થયું હતું. જેના કારણે તેઓ જે પાણી પીતા ( water ) હતા તે યોગ્ય રીતે ફિલ્ટર થતું ન હતું. જેના કારણે તેના શરીરમાં પાણી ભરાઈ ગયું હતું જે મૃત્યુનું ( death ) કારણ બન્યું હતું.