Cannes 2025: કાન્સ માં હાજરી આપવા ફ્રાન્સ પહોંચી જાહ્નવી કપૂર, અભિનેત્રી ને સપોર્ટ કરવા આવ્યા નજીક ના આ બે લોકો

Cannes 2025: ફિલ્મ 'હોમબાઉન્ડ'ના પ્રીમિયર માટે કાન્સ પહોંચેલી જાહ્નવી કપૂરને સપોર્ટ કરવા બહેન ખુશી કપૂર અને શિખર પહાડિયા પણ હાજર હતા.

by Zalak Parikh
Cannes 2025 Janhvi Kapoor reach france for homebound premier

News Continuous Bureau | Mumbai

Cannes 2025: જાહ્નવી કપૂર કાન્સ ફિલ્મ ફેસ્ટિવલ 2025 માં ભાગ લેવા માટે ફ્રાન્સ પહોંચી ગઈ છે. રેડ કાર્પેટ પર વોક કરતા પહેલા જાહ્નવીએ પોતાના સોશિયલ મીડિયા પર એક ખાસ તસવીર શેર કરી છે. આ તસવીર તેના ચાહકો માટે ખાસ રહી. આ વખતે જાહ્નવી પોતાની નવી ફિલ્મ ‘હોમબાઉન્ડ’ ના પ્રીમિયર માટે કાન્સ પહોંચી છે.

આ સમાચાર પણ વાંચો: Mission Impossible 8 Box Office Collection: ભારત માં છવાયો ટોમ ક્રુઝ, અભિનેતા ની ફિલ્મ મિશન ઇમ્પોસિબલ એ કરી અધધ આટલા કરોડ ની કમાણી

‘હોમબાઉન્ડ’ ફિલ્મ માટે કાન્સમાં હાજરી

જાહ્નવી કપૂર ફિલ્મ ‘હોમબાઉન્ડ’ના પ્રીમિયર માટે કાન્સ પહોંચી છે. આ ફિલ્મને નિરજ ઘેવાન એ ડિરેક્ટ કરી છે અને કરણ જોહર એ પ્રોડ્યુસ કરી છે. ફિલ્મમાં જાહ્નવી સાથે ઈશાન ખટ્ટર અને વિશાલ જેઠવા  પણ મુખ્ય ભૂમિકામાં છે. ફિલ્મ બે મિત્રોની કહાની છે, જે પોલીસમાં નોકરી મેળવવા માટે પોતાના ગામથી બહાર નીકળે છે અને જીવનમાં અનેક પડકારોનો સામનો કરે છે.

 

View this post on Instagram

 

A post shared by Dharma Productions (@dharmamovies)


જાહ્નવીના ખાસ દિવસ પર તેને સપોર્ટ કરવા માટે બહેન ખુશી કપૂરઅને બોયફ્રેન્ડ શિખર પહાડિયા પણ કાન્સ પહોંચ્યા છે. બંને એ જાહ્નવી સાથે સમય વિતાવ્યો અને તેને મોરલ સપોર્ટ પણ આપ્યો. કરણ જોહર પણ કાન્સમાં હાજર રહ્યો હતો.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

You Might Be Interested In

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More