Cannes 2026| ઐશ્વર્યા આઉટ, આલિયા ઈન! ગ્લોબલ બ્રાન્ડના ફેસ તરીકે આલિયા ભટ્ટે લીધી ઐશ્વર્યા રાયની જગ્યા? વાયરલ વીડિયોએ મચાવ્યો ખળભળાટ

Cannes 2026| ૨૦૦૪થી બ્રાન્ડ એમ્બેસેડર રહેલી ઐશ્વર્યા રાય લોરિયલના લેટેસ્ટ વીડિયોમાંથી ગાયબ, હોટલની છત પર આલિયાના પોસ્ટર જોઈ 'કાન્સ ક્વીન'ના ફેન્સમાં રોષ.

by Zalak Parikh
Cannes 2026|  ઐશ્વર્યા આઉટ, આલિયા ઈન! ગ્લોબલ બ્રાન્ડના ફેસ તરીકે આલિયા ભટ્ટે લીધી ઐશ્વર્યા રાયની જગ્યા? વાયરલ વીડિયોએ મચાવ્યો ખળભળાટ

 

News Continuous Bureau | Mumbai

Cannes 2026| ૭૯માં કાન્સ ફિલ્મ ફેસ્ટિવલ ૨૦2૬ શરૂ થવાના હવે ગણતરીના દિવસો બાકી છે, ત્યારે સોશિયલ મીડિયા પર એક મોટા વિવાદે જન્મ લીધો છે. વર્ષોથી ‘લોરિયલ પેરિસ’ (L’Oréal Paris) બ્રાન્ડને રિપ્રેઝન્ટ કરતી ઐશ્વર્યા રાય બચ્ચન બ્રાન્ડના લેટેસ્ટ વાયરલ વીડિયોમાંથી ગાયબ જોવા મળી રહી છે. આ વીડિયોમાં ઐશ્વર્યાની જગ્યાએ આલિયા ભટ્ટના પોસ્ટર જોઈને ઐશ્વર્યાના ચાહકો સોશિયલ મીડિયા પર પોતાની નારાજગી અને ગુસ્સો વ્યક્ત કરી રહ્યા છે.

માર્ટિનેઝ હોટલ પર આલિયાના પોસ્ટર, ઐશ્વર્યા ગાયબ

લોરિયલ પેરિસ દ્વારા ઇન્સ્ટાગ્રામ પર એક વીડિયો શેર કરવામાં આવ્યો હતો, જેમાં કાન્સની પ્રતિષ્ઠિત ‘માર્ટિનેઝ હોટલ’ (Martinez Hotel) બતાવવામાં આવી હતી. હોટલની છત પરથી દુનિયાભરની અનેક મહિલા સ્ટાર્સના પોસ્ટર લટકી રહ્યા હતા, જેમાં ભારત તરફથી આલિયા ભટ્ટનું પોસ્ટર સ્પષ્ટ દેખાઈ રહ્યું હતું. જોકે, આ વીડિયોમાં ક્યાંય પણ ઐશ્વર્યા રાયનું નામ કે તસવીર ન હોવાથી ફેન્સ નિરાશ થયા છે. ૨૦૦૪થી આ બ્રાન્ડની ગ્લોબલ એમ્બેસેડર રહેલી ઐશ્વર્યાને ‘કાન્સની ક્વીન’ માનવામાં આવે છે.

સોશિયલ મીડિયા પર ચાહકોનો ઉગ્ર વિરોધ

આ વીડિયો વાયરલ થતા જ ઐશ્વર્યાના ચાહકોએ કમેન્ટ સેક્શનમાં સવાલોનો વરસાદ કર્યો છે. એક યુઝરે લખ્યું, ‘નવા ચહેરા આવી શકે છે, પરંતુ ઐશ્વર્યાને કોઈ બદલી શકતું નથી.’ બીજા એક ફેને લખ્યું, ‘બ્રાન્ડ ભૂલી ગઈ લાગે છે કે ભારતમાં તેમને નવી ઓળખ ઐશ્વર્યાએ જ અપાવી છે.’ ચાહકો પૂછી રહ્યા છે કે શું આલિયાએ ઐશ્વર્યાનું સ્થાન લઈ લીધું છે? અત્યાર સુધી બ્રાન્ડ કે બંને અભિનેત્રીઓ તરફથી આ અંગે કોઈ સત્તાવાર સ્પષ્ટતા કરવામાં આવી નથી.

શું આ વખતે ઐશ્વર્યા કાન્સમાં જોવા નહીં મળે?

ઐશ્વર્યા રાય દર વર્ષે કાન્સના રેડ કાર્પેટ પર પોતાના અનોખા ગાઉન અને સ્ટાઈલથી આકર્ષણનું કેન્દ્ર બને છે. આ વાયરલ વીડિયોને જોયા બાદ હવે એવા પણ કયાસ લગાવવામાં આવી રહ્યા છે કે શું આ વર્ષે ઐશ્વર્યા કાન્સ ફેસ્ટિવલમાં ભાગ લેશે કે નહીં? ઐશ્વર્યા વગર કાન્સ અધૂરું માનતા ફેન્સ અત્યારે બ્રાન્ડ પાસે સ્પષ્ટતાની માંગ કરી રહ્યા છે. આ વર્ષે કાન્સમાં આલિયા ભટ્ટ, જ્હાન્વી કપૂર અને તારા સુતારિયા જેવા અનેક ભારતીય સેલેબ્સ હાજર રહેવાના છે.

👉 આ સમાચાર વાચો:
Lakadbaggha 2| અંશુમન ઝાની ફિલ્મ રચશે ઇતિહાસ! કાન્સમાં બતાવાશે ભારતઈન્ડોનેશિયાના સહયોગથી બનેલી આ સિક્વલ; જાણો શું છે ખાસ?

You Might Be Interested In

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More