Cannes film festival 2024: કાન્સ ફિલ્મ ફેસ્ટિવલ માં ઐશ્વર્યા રાય બચ્ચન ની સાથે આ અભિનેત્રી ચલાવશે તેની સુંદરતા નો જાદુ, સંજય લીલા ભણસાલી ની સિરીઝ હીરામંડી માં કરી ચુકી છે કામ

Cannes film festival 2024: કાન્સ ફિલ્મ ફેસ્ટિવલ 2024 14 મે થી 25 મે દરમિયાન યોજાવા જઈ રહ્યો છે. આ વખતે આ ઇવેન્ટ માં ઐશ્વર્યા રાય બચ્ચન ની સાથે હીરામંડી ની આ અભિનેત્રી પણ રેડ કાર્પેટ પર પોતાની સુંદરતા નો જાદુ ચલાવતી જોવા મળશે.

by Zalak Parikh
Cannes film festival 2024 aishwarya rai bachchan and heeramandi star aditi rao hydari will attend this event

News Continuous Bureau | Mumbai

Cannes film festival 2024: કાન્સ ફિલ્મ ફેસ્ટિવલ આવતા અઠવાડિયે યોજાવા જઈ રહ્યો છે. 14મીથી 25મી મે દરમિયાન યોજાનાર આ ફિલ્મ ફેસ્ટિવલમાં દર વર્ષે ઘણા સેલેબ્સ આ રેડ કાર્પેટ પર ડેબ્યુ કરે છે. આ ઇવેન્ટ માં બોલિવૂડના ઘણા સેલેબ્સ પણ તેમાં ભાગ લે છે. આ વખતે જે પહેલું નામ સામે આવ્યું છે તે બીજું કોઈ નહીં પણ ઐશ્વર્યા રાય બચ્ચન નું છે. ઐશ્વર્યા રાય ફિલ્મ ફેસ્ટિવલની હાજરી આપશે. તેના સિવાય હીરામંડી ફેમ અભિનેત્રી અદિતિ રાવ હૈદરી પણ આ ઈવેન્ટમાં હાજરી આપવા જઈ રહી છે.  

આ સમાચાર પણ વાંચો: Shekhar suman: રાજનીતિમાં આવ્યા બાદ બદલાયો શેખર સુમન નો સુર, કંગના રનૌત માટે કહી આવી વાત

 

કાન્સ ફિલ્મ ફેસ્ટિવલ માં અદિતિ રાવ હૈદરી ની થઇ એન્ટ્રી 

મીડિયા રિપોર્ટ મુજબ ઐશ્વર્યા રાય બચ્ચન આ વર્ષે પણ શોનો ભાગ બનશે. તમને જણાવી દઈએ કે, ઐશ્વર્યા રાય કાન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં જ્યુરી મેમ્બર પણ રહી ચૂકી છે. જ્યુરીમાં સામેલ થનારી તે પ્રથમ ભારતીય અભિનેત્રી છે. આ ઉપરાંત અદિતિ રાવ હૈદરી એ વર્ષ 2022 માં કાન્સ ફિલ્મ ફેસ્ટિવલ માં ડેબ્યુ કર્યું હતું.

 

View this post on Instagram

 

A post shared by Pinkvilla (@pinkvilla)


કાન્સ ફિલ્મ ફેસ્ટિવલ 1946માં શરૂ થયો હતો. તે દિવસોમાં આ ફિલ્મ ફેસ્ટિવલમાં 21 દેશોની ફિલ્મો સામેલ કરવામાં આવી હતી.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

 

You Might Be Interested In

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More