Orry: કાનૂની દાવપેચ માં ફસાયો ઓરી, સોશિયલ મીડિયા ઈન્ફ્લુએન્સર વિરુદ્ધ નોંધાઈ એફઆઈઆર, જાણો શું છે સમગ્ર મામલો

Orry: ઓરી ની મુશ્કેલી વધી છે. તાજેતર માં જમ્મુ કાશ્મીર ના કટરા ના બેસ કેમ્પ માં ઓરી એ એવું કાંડ કર્યું કે તેના વિરુદ્ધ એફઆઈઆર નોંધવામાં આવી છે.

by Zalak Parikh
case filed against orry aka orhan awatramani and seven other booked for consuming alcohol in katra

News Continuous Bureau | Mumbai

Orry: સોશિયલ મીડિયા ઈન્ફ્લુએન્સર અને બોલિવૂડ સ્ટારકિડ નો મિત્ર ઓરી ઉર્ફે ઓરહાન અવત્રામણિ વિરુદ્ધ કેસ નોંધવામાં આવ્યો છે. ઓરી તાજેતરમાં માતા વૈષ્ણો દેવીના દર્શન કરવા ગયો હતો.. જમ્મુ કાશ્મીર ના કટરા ના બેસ કેમ્પ માં ઓરી એ એવું કાંડ કર્યું કે તેના વિરુદ્ધ એફઆઈઆર નોંધવામાં આવી છે.ઓરી ઉપરાંત બીજા આઠ લોકો સામે કેસ નોંધવામાં આવ્યો છે

આ સમાચાર પણ વાંચો: Taarak Mehta Ka Ooltah Chashmah: 44 વર્ષે પણ કુંવારો છે તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા નો આ અભિનેતા, પોપટલાલ સાથે કરી પોતાની સરખામણી

ઓરી વિરુદ્ધ નોંધાઈ એફઆઈઆર 

મીડિયા રિપોર્ટ મુજબ ‘જમ્મુ અને કાશ્મીર પોલીસના જણાવ્યા અનુસાર, કટરા સ્થિત એક હોટલમાં દારૂ પીવાના આરોપમાં સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર ઓરી સહિત આઠ લોકો વિરુદ્ધ FIR નોંધવામાં આવી છે.’ જમ્મુ અને કાશ્મીર પોલીસે કટરા સ્થિત માતા વૈષ્ણો દેવી મંદિરના બેઝ કેમ્પમાં દારૂ પીવા બદલ ઓરી વિરુદ્ધ કેસ નોંધ્યો છે. ઓરી ઉપરાંત, આઠ અન્ય લોકો સામે પણ કેસ દાખલ કરવામાં આવ્યો છે. કાયદા મુજબ, આ તીર્થ ક્ષેત્રમાં દારૂ અને માંસાહારી ખોરાકનું સેવન સખત પ્રતિબંધિત છે.’

 

View this post on Instagram

 

A post shared by Pinkvilla (@pinkvilla)


ઓરીએ કટરા સ્થિત એક હોટલમાં દારૂ પીતાનો પોતાનો ફોટો સોશિયલ મીડિયા પર ચાહકો સાથે શેર કર્યો હતો. આ પછી, તેની સામે FIR નોંધવામાં આવી છે.ઓરી અને અન્ય લોકો પર ધાર્મિક લાગણીઓને ઠેસ પહોંચાડવાનો આરોપ મૂકવામાં આવ્યો છે. ઉપરાંત, જિલ્લા મેજિસ્ટ્રેટના આદેશનું ઉલ્લંઘન કરવા બદલ કટરા પોલીસ સ્ટેશનમાં ઓરી અને અન્ય લોકો સામે કેસ નોંધવામાં આવ્યો છે. 

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

You Might Be Interested In

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More