News Continuous Bureau | Mumbai
સાઉથ નો મેગાસ્ટાર અલ્લુ અર્જુન પુષ્પાઃ ધ રાઇઝની રિલીઝ બાદ સમગ્ર ભારતનો સુપરસ્ટાર(India superstar) બની ગયો છે. તેની લોકપ્રિયતા એટલી છે કે ચાહકો પુષ્પા 2 ની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. ઘણી બ્રાન્ડ્સે તેને એન્ડોર્સમેન્ટ(Brand endorsement) માટે સાઈન કર્યો છે. આ દરમિયાન અલ્લુ અર્જુન એક નવા વિવાદમાં ફસાયેલો જોવા મળી રહ્યો છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, એક એજ્યુકેશન ઈન્સ્ટિટ્યૂટે જાહેરાતમાં (education institute ad)ખોટી માહિતી આપવા બદલ અલ્લુ અર્જુન વિરુદ્ધ કેસ નોંધ્યો(case registered) છે.
વાત એમ છે કે, અલ્લુ અર્જુને શ્રી ચૈતન્ય શૈક્ષણિક સંસ્થાઓ દ્વારા IIT અને NIT ના રેન્કર્સ વિશે માહિતી આપતી જાહેરાતનો પ્રચાર કર્યો હતો. હવે એક સામાજિક કાર્યકર એ આરોપ લગાવ્યો છે કે આ જાહેરાત ગેરમાર્ગે દોરનારી છે અને સમાજને ખોટી માહિતી આપે છે. સામાજિક કાર્યકર્તાએ અલ્લુ અર્જુન વિરુદ્ધ ખોટી માહિતી (wrong information)આપવાનો આરોપ લગાવતા અંબરપેટ પોલીસમાં(Amberpet police station) ફરિયાદ નોંધાવી છે અને આ મામલામાં કાર્યવાહી કરવાની પણ માંગ કરી છે.અલ્લુ અર્જુને ભૂતકાળમાં ઝોમેટોને(Zomato) સમર્થન આપવા માટે વિવાદોનો સામનો કરવો પડ્યો હતો.
આ સમાચાર પણ વાંચો : રાધિકા મર્ચન્ટની આરંગેત્રમમાં શ્લોકા મહેતાની સાદગી એ જીતી લીધું લોકોનું દિલ-ફોટોગ્રાફી માં સસરા મુકેશ અંબાણી એ આ રીતે કરી પુત્રવધુ ની મદદ
તાજેતરમાં જ અલ્લુ અર્જુન(Allu Arjun vacation with family) તેની પત્ની સ્નેહા રેડ્ડી અને બાળકો અલ્લુ અયાન અને અલ્લુ અર્હા સાથે વિદેશમાં રજાઓ ગાળીને પરત ફર્યો છે. તેમની વેકેશનની તસવીરો સોશિયલ મીડિયા પર જોરદાર વાયરલ થઈ હતી. લોકોને તેમના ફેવરિટ સ્ટારની આ ફેમિલી મેન સ્ટાઈલ પસંદ આવી હતી.