Site icon

કાન્સ ફિલ્મ ફેસ્ટિવલ 2022 માં કેન્દ્રીય મંત્રી સાથે રેડ કાર્પેટ પર જોવા મળશે બોલિવૂડ સ્ટાર્સ, જાણો ઇન્ડિયા માંથી કયા કલાકાર આપશે કાર્યક્રમમાં હાજરી

News Continuous Bureau | Mumbai

75મો 'કાન્સ ફિલ્મ ફેસ્ટિવલ' (Cannes film festival) આ વખતે ભારત (India) માટે વધુ ખાસ બનવા જઈ રહ્યો છે. કારણ કે આ વખતે 17મીએ 'કાન્સ ફિલ્મ ફેસ્ટિવલ'ના રેડ કાર્પેટ (red carpet) પર અનેક સેલિબ્રિટીઝ (celebrities) વોક કરશે. ખાસ વાત એ છે કે કેન્દ્રીય માહિતી અને પ્રસારણ મંત્રી અનુરાગ ઠાકુર (Anurag Thakur)  ભારતથી કાન્સમાં પ્રતિનિધિમંડળ નું  નેતૃત્વ કરશે. આ વખતે કેન્સના રેડ કાર્પેટ પર સેલિબ્રિટીઝની યાદીમાં ઘણી પ્રતિષ્ઠિત હસ્તીઓ અને ઈન્ડસ્ટ્રી (Film industry)સાથે જોડાયેલા લોકો સામેલ છે.

Join Our WhatsApp Community

'કાન્સ ફિલ્મ ફેસ્ટિવલ' (Cannes film festival) 17 મેથી શરૂ થઈ રહ્યો છે. આ વખતે બોલિવૂડ અભિનેતા અક્ષય કુમાર, સંગીતકાર એ. આર. રહેમાન, લોકસંગીત ગાયક મેમ ખાન, અભિનેતા નવાઝુદ્દીન સિદ્દીકી, મલયાલમ અભિનેત્રી નયનતારા, અભિનેત્રી પૂજા હેગડે, સીબીએફસી અધ્યક્ષ પ્રસૂન જોશી, અભિનેતા અને નિર્માતા આર. માધવન, સંગીતકાર રિકી કેજ, ફિલ્મ નિર્માતા શેખર કપૂર, તેલુગુ અને તમિલ અભિનેત્રી તમન્ના ભાટિયા અને વાણી ત્રિપાઠી નો સમાવેશ થાય છે. આ કલાકારોની હાજરીથી આ વખતે કાન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં(Cans film festival) ભારતની તાકાત (Indian strength) જોવા મળશે. આ ફેસ્ટિવલમાં ભારતીય સિનેમાના (Indian cinema) ની સંસ્કૃતિ ને  સમૃદ્ધ વારસાથી વિશ્વને ઉજાગર કરવામાં આવશે.મીડિયા રિપોર્ટ્સ અનુસાર, દીપિકા પાદુકોણ (Deepika Padukone) 16 થી 28 મે દરમિયાન યોજાનાર 'કાન્સ ફિલ્મ ફેસ્ટિવલ'માં હાજર રહેશે. મળતી માહિતી મુજબ દીપિકા ફ્રેન્ચ રિવેરા માં ભારતનું પ્રતિનિધિત્વ (represent India) કરવા જઈ રહી છે. એટલે કે, દીપિકા ફ્રેન્ચ અભિનેત્રી વિન્સેન્ટ લિન્ડનની આગેવાની હેઠળની 8 સભ્યોની જ્યુરીનો ભાગ છે. આ ફેસ્ટિવલમાં ભાગ લેવા માટે દીપિકા ભારતથી (India) રવાના થઈ ગઈ છે.

આ સમાચાર પણ વાંચો: અક્ષય કુમાર ની ઐતિહાસિક ફિલ્મ નું ટ્રેલર થયું રિલીઝ, પૃથ્વીરાજ ના લૂક માં જામે છે બોલિવૂડ ખેલાડી ; જુઓ ફિલ્મ નું રોમાંચક ટ્રેલર

દીપિકા પાદુકોણ 2017 થી કાન્સ ફિલ્મ ફેસ્ટિવલની રેડ કાર્પેટ (Cannes film festival red carpet) પર ધૂમ મચાવી રહી છે. કાન્સમાં રેડ કાર્પેટ પર એક્ટ્રેસનો દરેક લુક હેડલાઇન્સમાં રહે છે. આવી સ્થિતિમાં જોવાનું એ રહેશે કે આ વખતે અભિનેત્રી કેવો ડ્રેસ પહેરીને પોતાના ફેન્સનું દિલ જીતે છે.

Hema Malini Tweet: ધર્મેન્દ્રના નિધનના ફેક ન્યૂઝ પર ભડક્યા હેમા માલિની, સોશિયલ મીડિયા પર આપી આવી માહિતી
Dharmendra Net Worth: સંઘર્ષથી કરોડો સુધી,ધર્મેન્દ્રએ ૫૧ થી શરૂ કરેલી સફર, આજે છે અધધ આટલા કરોડ ની સંપત્તિ ના માલિક
Dharmendra: ધર્મેન્દ્ર ના ૬ દાયકાના કરિયરનો દબદબો, ‘શોલે’ના ‘વીરુ’ પાત્રથી કેવી રીતે બન્યા બોલીવુડના ‘હી-મેન’!
Prem Chopra Hospitalized: બોલિવૂડ ના દિગ્ગ્જ અભિનેતા પ્રેમ ચોપડા હોસ્પિટલમાં દાખલ, જમાઈ એ આપ્યું તેમનું હેલ્થ અપડેટ
Exit mobile version