Param Sundari: પરમ સુંદરી પર ચાલી સેન્સર બોર્ડ ની કાતર! જાણો જાહ્નવી ની ફિલ્મ માં શું થયા ફેરફાર

Param Sundari: સિદ્ધાર્થ-જાહ્નવીની 'પરમ સુંદરી' પર સેન્સર બોર્ડની કાતર ચાલી છે., બોર્ડ એ ફિલ્મ માંથી કેટલાક શબ્દો મ્યૂટ કરવા કહ્યું છે.

by Zalak Parikh
Censor Board Mutes Words in Siddharth-Janhvi's 'Param Sundari', Gives U/A 13+ Certificate

News Continuous Bureau | Mumbai

Param Sundari: સિદ્ધાર્થ મલ્હોત્રા અને જાહ્નવી કપૂર અભિનિત રોમેન્ટિક ફિલ્મ ‘પરમ સુંદરી’ ને સેન્સર બોર્ડ  તરફથી U/A 13+ પ્રમાણપત્ર મળ્યું છે. જોકે ફિલ્મના કેટલાક ડાયલોગ્સમાં ફેરફાર કરાયો છે. ખાસ કરીને કેટલાક શબ્દો જેમ કે ‘બ્લડી’ (Bloody), ‘ચર્ચ’ (Church) અને ‘ફાધર’ (Father) જેવા શબ્દોને મ્યૂટ કરવામાં આવ્યા છે. ફિલ્મના અંતમાં આવનારા ગીત “સુન મેરે યાર વે”ને મંજૂરી આપવામાં આવી છે.

આ સમાચાર પણ વાંચો : Shahrukh khan and Deepika Padukone: શાહરુખ ખાન અને દીપિકા પાદુકોણ ની વધી મુશ્કેલી, આ મામલે બંને સામે રાજસ્થાનમાં FIR થઇ દાખલ

ફિલ્મના ગીતો યથાવત્, પણ ડાયલોગ્સમાં ફેરફાર

મીડિયા રિપોર્ટ મુજબ, ‘પરમ સુંદરી’માંથી કોઈ પણ દ્રશ્ય કાપવામાં આવ્યા નથી. અગાઉ ‘સૈયારા’ અને ‘વૉર 2’ જેવી ફિલ્મોમાં ઇન્ટિમેટ દ્રશ્યો કાપવામાં આવ્યા હતા, તેથી અનુમાન લગાવવામાં આવી રહ્યું હતું કે અહીં પણ એવું થઈ શકે છે. પરંતુ ‘ભીગી સાડી’ જેવા ગીતો યથાવત્ રાખવામાં આવ્યા છે. માત્ર કેટલાક ડાયલોગ્સમાં ગાળો જેવા શબ્દોને બદલીને ‘ઇડિયટ’ (Idiot) કરવામાં આવ્યો છે.

 

View this post on Instagram

 

A post shared by Maddock Films (@maddockfilms)


ફિલ્મને મળેલું U/A 13+ પ્રમાણપત્ર દર્શાવે છે કે 13 વર્ષથી ઉપરના બાળકો ફિલ્મ જોઈ શકે છે, જ્યારે 13 વર્ષથી નીચેના દર્શકોને માતા-પિતાની હાજરીમાં ફિલ્મ જોવાની મંજૂરી છે. ફિલ્મની લંબાઈ 136 મિનિટ છે, એટલે કે લગભગ 2 કલાક 16 મિનિટ.આ ફિલ્મ 29 ઓગસ્ટે સિનેમાઘરોમાં રિલીઝ થવાની છે અને દર્શકોમાં ફિલ્મને લઈને ભારે ઉત્સાહ છે.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

You Might Be Interested In

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More