ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો,
મુંબઈ, 21 ફેબ્રુઆરી 2022
સોમવાર
સ્ટાર પ્લસની ફેમસ સિરિયલોમાંથી એક 'કસૌટી જિંદગી કી' નો અનુરાગ એટલે કે સેઝાન ખાને પોતાના એક પાત્રથી લાખો લોકોના દિલ જીતી લીધા હતા. ખાસ વાત એ છે કે સેઝેન ખાન ટૂંક સમયમાં લગ્નના બંધનમાં બંધાવા જઈ રહ્યો છે. તે આ વર્ષે તેની ગર્લફ્રેન્ડ અફશીન સાથે લગ્ન કરી શકે છે. આ વાતનો ખુલાસો ખુદ સેઝાન ખાને પોતાના ઈન્ટરવ્યુમાં કર્યો છે. એક મીડિયા હાઉસ ના અહેવાલ મુજબ, સેઝાન ખાને ખુલાસો કર્યો હતો કે તે અને અફશીન વર્ષોથી રિલેશનશિપમાં છે અને આ વર્ષે લગ્ન કરવાનું પણ વિચારી રહ્યા છે.
સેઝાન ખાને કહ્યું કે જો કોરોના ન હોત તો તે અત્યાર સુધીમાં તેની ગર્લફ્રેન્ડને પોતાની પત્ની બનાવી લેત. આ વિશે વાત કરતાં અભિનેતાએ કહ્યું, "અમે ત્રણ વર્ષથી સાથે છીએ અને ખૂબ ખુશ પણ છીએ. જો મહામારી ન આવી હોત, તો અમે અત્યાર સુધીમાં લગ્ન કરી લીધા હોત. અમે આ વર્ષના અંતમાં લગ્ન કરવાનું વિચારી રહ્યા છીએ. મને લાગે છે ત્યાં સુધી લગ્ન કરવાની કોઈ યોગ્ય ઉંમર નથી." સેઝાન ખાને ઇન્ટરવ્યુ દરમિયાન એ પણ જણાવ્યું કે તે લાંબા સમયથી સિંગલ કેમ હતો. તેણે આ વિશે કહ્યું, "હું લગ્નમાં ઉતાવળ કરવા માંગતો ન હતો. હું એક સાદી, કુટુંબલક્ષી અને પ્રામાણિક છોકરીની શોધમાં હતો. હું એવી છોકરીની પણ શોધમાં હતો જે સારી રીતભાત ધરાવતી હોય અને અમારા સંબંધો નું સન્માન કરે." અને હું અફશીનને મળ્યો’.
સમરના જીવનમાં થશે આ હસીના ની એન્ટ્રી, અનુપમા માટે લાવશે નવી મુસીબત; જાણો અનુપમા ના આગલા એપિસોડ વિશે
સેઝાન ખાનની કારકિર્દી વિશે વાત કરીએ તો, તે ટૂંક સમયમાં એકતા કપૂરના શો ‘અપનાપન બદલતે રિશ્તો કા બંધનમાં’ જોવા મળશે. અગાઉ તેણે કલર્સના પાવરફુલ શો 'શક્તિઃ અસ્તિત્વ કે એહસાસ કી'માં વિવિયન ડીસેનાની જગ્યા લીધી હતી. તમને જણાવી દઈએ કે 'કસૌટી ઝિંદગી કી' પછી સેઝાન ખાને ટીવી શોને અલવિદા કહી દીધું હતું અને લગભગ 10 વર્ષ પછી વાપસી કરી હતી.
