Site icon

Chand Mera Dil Teaser: પડદા પર નવી જોડીનો ધમાકો: ‘ચાંદ મેરા દિલ’માં અનન્યા-લક્ષ્યનો ઇન્ટેન્સ રોમાન્સ, ટીઝર જોઈ યુઝર્સ બોલ્યા- ‘સુપરહિટ’

Chand Mera Dil Teaser: કરણ જોહરની નવી લવ સ્ટોરીમાં જોવા મળ્યો રોમાંસ અને દર્દનો તડકો; કિસિંગ સીન્સ અને હિંસક અંદાજને કારણે ટીઝર ચર્ચામાં.

Chand Mera Dil Teaser: Lakshya and Ananya Panday's intense love story teaser out.

Chand Mera Dil Teaser: Lakshya and Ananya Panday's intense love story teaser out.

News Continuous Bureau | Mumbai

Chand Mera Dil Teaser: કરણ જોહરના ધર્મા પ્રોડક્શન હેઠળ બનેલી આગામી ફિલ્મ ‘ચાંદ મેરા દિલ’નું ટીઝર રિલીઝ કરવામાં આવ્યું છે. આ ફિલ્મમાં લક્ષ્ય અને અનન્યા પાંડે મુખ્ય ભૂમિકામાં છે. ટીઝરની શરૂઆતમાં બંને સ્ટાર્સ એકબીજાના પ્રેમમાં પાગલ દેખાય છે, પરંતુ ધીરે ધીરે તેમની લવ સ્ટોરીમાં એક મોટો વળાંક આવે છે. ટીઝરમાં લક્ષ્યનો અવાજ સંભળાય છે કે, ‘પ્રેમમાં થોડું પાગલ તો થવું જ પડે’. ત્યારબાદ અનન્યા અને લક્ષ્ય વચ્ચેના રોમેન્ટિક સીન્સ બતાવવામાં આવ્યા છે.ટીઝરમાં અનન્યા પાંડે કહે છે કે, ‘આપણી લવ સ્ટોરી તો લિજેન્ડરી બની ગઈ’, જેના જવાબમાં લક્ષ્ય કહે છે, ‘લિજેન્ડરી લવ સ્ટોરીનો અંત જ તો ટ્રેજિક હોય છે’. આ સંવાદ પછી વાર્તામાં દુઃખદ વળાંક જોવા મળે છે, જ્યાં અનન્યા પોતાના પ્રેમ માટે તડપતી જોવા મળે છે. ફિલ્મમાં ભરપૂર કિસિંગ સીન્સ પણ જોવા મળી રહ્યા છે.

Join Our WhatsApp Community

આ સમાચાર પણ વાંચો : Divyanka Tripathi Baby Shower: દિવ્યાંકા ત્રિપાઠી અને વિવેક દહિયા ટૂંક સમયમાં બનશે માતા-પિતા, બેબી શોવરની તસવીરો વાયરલ

 કબીર સિંહ જેવો હિંસક અંદાજ

ટીઝરના અંતમાં લક્ષ્યનો એક હિંસક અવતાર  બતાવવામાં આવ્યો છે, જે અનન્યા પાંડેને ટોર્ચર કરતો જોવા મળે છે. લક્ષ્યનો આ લુક જોઈને ઘણા લોકોને ‘કબીર સિંહ’ના શાહિદ કપૂરની યાદ આવી રહી છે. ફિલ્મમાં લક્ષ્ય ‘આરવ’ અને અનન્યા ‘ચાંદની’ના રોલમાં જોવા મળશે. જોકે, ટીઝરમાં લગભગ દરેક સીનમાં સિગારેટનો ઉપયોગ થતો જોઈને સોશિયલ મીડિયા પર તેની ટીકા પણ થઈ રહી છે.


ટીઝર રિલીઝ થતાની સાથે જ સોશિયલ મીડિયા યુઝર્સ (Users) તરફથી મિશ્ર પ્રતિસાદ મળી રહ્યો છે. કેટલાક લોકો આ નવી જોડીના વખાણ કરી રહ્યા છે, તો કેટલાક યુઝર્સ આ ટીઝરને અહાન પાંડેની ફિલ્મ ‘સૈયારા’ની સસ્તી કોપી ગણાવી રહ્યા છે. એક યુઝરે કમેન્ટમાં લખ્યું કે, ‘આ જેન-ઝી (Gen-Z) ની વધુ એક પ્રેમ કહાની છે’.આ ફિલ્મ 22 મે 2026ના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થવાની છે.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

Alia Bhatt Trolled: શું આલિયા ભટ્ટ હોસ્ટિંગમાં કાચી પડી? ‘રહેવા દો…’ કહી યુઝર્સે ઉડાવી ખિલ્લી, જાણો શું છે આખો મામલો
Dil To Pagal Hai Songs: 50 વખત રિજેક્ટ થયા બાદ બન્યું આ બ્લોકબસ્ટર ગીત: ઉદિત નારાયણ-લતા મંગેશકરે આપ્યો અવાજ, ફિલ્મે જીત્યા 3 નેશનલ એવોર્ડ!
Dhurandhar 2 Music: શાશ્વત સચદેવે 11 દિવસમાં 14 ગીતો બનાવી રચ્યો ઈતિહાસ, આદિત્ય ધર પણ થયા પ્રભાવિત
Dhurandhar 2 Censorship: ‘ધુરંધર 2’ ના મેકર્સને ઝટકો: 18 દિવસ પછી સેન્સર બોર્ડે ચલાવી કાતર, આ સીન્સ હવે ફિલ્મમાં નહીં જોવા મળે
Exit mobile version