News Continuous Bureau | Mumbai

Chandrachur singh on salman khan: ચંદ્રચુડ સિંહે સલમાન ખાનને ગણાવ્યો જૂઠો, સલમાન ખાન ની આ વાત પર તેના પર ગુસ્સે થયો શાહરુખ ખાન નો કો સ્ટાર

Chandrachur singh on salman khan: અભિનેતા ચંદ્રચુડ સિંહ સોશિયલ મીડિયા પર ચર્ચા નો વિષય બન્યો છે. વાસ્તવમાં અભિનેતા એ બોલિવૂડ નો ભાઈજાન એટલે કે, સલમાન ખાન ને જૂઠો ગણાવ્યો છે.

chandrachur singh called salman khan liar for his statement

News Continuous Bureau | Mumbai

Chandrachur singh on salman khan: વેબ સિરીઝ આર્યા માં જોવા મળેલ 90 ના સમય નો પ્રખ્યાત અભિનેતા ચંદ્રચુડ સિંહ સલમાન ખાન પર ટિપ્પણી કરવા ને લઈને ચર્ચામાં છે. અભિનેતા ચંદ્રચુડ સિંહે સલમાન ખાન ને જૂઠો ગણાવ્યો છે. વાસ્તવમાં કોફી વિથ કરણ ની એક કલીપ વાયરલ થઇ હતી જેમાં સલમાન ખાને તેના કુછ કુછ હોતા હૈ માં કાસ્ટિંગ ને લઇ ને ચર્ચા કરી હતી જે બાદ ચંદ્રચુડ સિંહે સલમાન ખાન ને જૂઠો ગણાવ્યો હતો.ચાલો જાણીયે ચંદ્રચુડ સિંહે કેમ આવું કહ્યું. 

Join Our WhatsApp Channel

 

કોફી વિથ કરણ માં સલમાન ખાને ચંદ્રચુડ સિંહ વિશે કહી આ વાત   

‘કોફી વિથ કરણ’નો એક જૂનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો હતો. આ વીડિયોમાં કરણ સલમાનને કહે છે, ‘મને યાદ છે કે હું મારી પહેલી ફિલ્મની વાર્તા કહેવા માટે પહેલીવાર તારા ઘરે આવ્યો હતો. સૈફ અને ચંદ્રચુડ સિંહે આ રોલ માટે ના કહી દીધી હતી. તમે કહ્યું હતું કે આ રોલ કોઈ કરવાનુ નથી, તમે કાલે આવીને મને મળો.’ તેના પર સલમાન ખાન કહે છે કે, ફિલ્મમાં શાહરૂખ ખાનને કાસ્ટ કરવો તમારા માટે મુશ્કેલ નહોતું, પરંતુ અમન ને કાસ્ટ કરવું મુશ્કેલ હતું. કારણ કે તે સમયે સૈફ કંઈ કરી રહ્યો ન હતો. ચંદ્રચુડ કંઈ જ કરતો ન હતો. તેમ છતાં તેણે ભૂમિકા માટે ના પાડી. મેં એ રોલ કર્યો કરણ. મેં પ્રતિભા જોઈ, મેં તમારામાં પ્રતિભાને ઓળખી. આ પછી તમે મારી સાથે ફરી ક્યારેય કામ કર્યું નથી.’

ચંદ્રચુડ સિંહે સલમાન ખાન ને કહ્યો જૂઠો 

કરણ જોહર અને સલમાન ખાનના આ વીડિયો પર ચંદ્રચુડ સિંહે સલમાન ખાનને જૂઠો ગણાવ્યો છે. ચંદ્રચુડ સિંહની કમેન્ટ ‘જૂઠ સલમાન કા’ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. ચંદ્રચુડ સિંહની કમેન્ટ પર એક યુઝરે લખ્યું છે કે, ‘જુઠું શું છે? તમારો સંપર્ક નહોતો કર્યો?’ આ અંગે ચંદ્રચુડ સિંહે કહ્યું, ‘મારી પાસે દાગ ધ ફાયર, ક્યા કહેના, સિલસિલા હૈ પ્યાર કા જેવી ફિલ્મો હતી. તે ફિલ્મ ન કરવી એ મારી પસંદગી હતી.’

 chandrachur singh called salman khan liar for his statement

આ કોમેન્ટ વાયરલ થયા બાદ ચંદ્રચુડ સિંહે તેને ડીલીટ પણ કરી દીધી હતી.

આ સમાચાર પણ વાંચો: Koffee with karan season 8: ‘કોફી વિથ કરણ 8’ માં દીપિકા અને રણવીર સિંહે કરણ જોહર સામે ખોલ્યું મોટું રહસ્ય, શો માં પહેલીવાર જોવા મળશે બન્ને સાથે જોડાયેલી આ વસ્તુ

Jailer 2 Advance Booking Record ૨૨ લાખ ટિકિટો વેચાઈ, કમાણી અધધ આટલા કરોડને પાર બોક્સ ઓફિસ પર તોફાન બનીને આવી રહી છે રજનીકાંતની ‘જેલર ૨’
Arijit Singh Phir Se Grammy અરિજિત સિંહના ગીત ‘ફિર સે’ ની ગ્રેમી એવોર્ડ્સમાં થઈ એન્ટ્રી, વૈશ્વિક મંચ પર ચમકશે ભારતીય સંગીત
KSBKBT 2 Climax ‘ક્યોંકિ સાસ ભી કભી બહૂ થી ૨’ ઓફએર થવાની તૈયારીમાં; તમામ વિવાદોના અંત સાથે પરિવારોના પુનઃમિલનની પટકથા તૈયાર
Udta Teer Second Trailer ‘ઉડતા તીર’ માં ૯૦ના દાયકાનો ખતરનાક વિલન ગુલશન ગ્રોવર કરશે કોમેડી, બીજા ટ્રેલરમાં સામે આવી અનોખી ઝલક
Exit mobile version