ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ. 22 ડિસેમ્બર 2021
બુધવાર.
બોલીવુડના જાણીતા ફિલ્મમેકર પરાગ સંઘવીની મુશ્કેલીઓ ધીમે ધીમે વધી રહી છે.
પ્રાપ્ત જાણકારી મુજબ પરાગ સંઘવીની મુંબઈ પોલીસની ઇકૉનૉમિક ઑફેન્સિસ વિન્ગ દ્વારા ફ્રોડના કેસમાં ધરપકડ કરવામાં આવી છે
આ સાથે જ પોલીસે આરોપીને કોર્ટમાં રજૂ કરીને 25 ડિસેમ્બર સુધીની કસ્ટડી મેળવી હતી, હવે તેમને 25 ડિસેમ્બર સુધી કસ્ટડીમાં રાખવામાં આવશે.
થોડા દિવસો પહેલા એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે મની લોન્ડરિંગ કેસમાં પરાગ સંઘવીના અનેક સ્થળો પર દરોડા પાડ્યા હતા અને હવે છેતરપિંડીના કેસમાં તેમનું નામ સામે આવ્યું છે.
અલ્યુબ્રા અને લોટસ ફિલ્મ્સ કંપનીના સીઈઓ પરાગ સંઘવી કે સેરા સેરા કંપનીના એમડી પણ છે. ‘ભૂતનાથ રિટર્ન્સ’ અને ‘ધ અટૅક ઑફ ૨૬/૧૧’ જેવી ફિલ્મો તેમણે બનાવી છે.
વરુણ ધવન અને જાહ્નવી કપૂર પહેલીવાર એકસાથે મોટા પડદા પર મચાવશે ધમાલ, જાણો તે ફિલ્મ વિશે